ઢોર ચોરીનો 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી અરવલ્લી LCB પોલીસ

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ચાંદટેકરી વિસ્તારના કેટલાક લોકો ઢોર ચોરી માટે પંકાયેલા છે. જીલ્લા પોલીસ વડા દ્વારા નાસતા ફરતા વાૅન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ સુચના આપવામાં આવ્યા બાદ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર કે પરમાર અને તેમની ટીમે ખાસ ઝુંબેશ હાથ ધરી સઘન પેટ્રોલીંગ ચાલુ કર્યું હતું. જે દરમિયાન મળેલ ખાનગી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર અને વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોર ચોરીના ગુન્હાઓમાં છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો આરોપી તેના રહેણાંક સ્થળે હાજર છે. જેથી એલસીબી પોલીસે વિસ્તાર કોર્ડન કરી આરોપી રમજાની પીરૂભાઈ ઉર્ફે પીરૂ કાલું મુલતાની મુળ. રહે. ચાંદટેકરી તા. મોડાસા હાલ. રહે. કિડીયાદનગર, મરીયમ સોસાયટી, મોડાસા તા. મોડાસા ને ઝડપી લઈ જેલભેગો કરેલ છે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)