રૂ. 4.12 કરોડના ખર્ચે નિર્મિત નાની ઇસરોલ-ભાટકોટા વચ્ચે મેશ્વો નદી ઉપરના બે જિલ્લાને જોડતા પુલનું લોકાર્પણ

રૂ. 4.12 કરોડના ખર્ચે નિર્મિત નાની ઇસરોલ-ભાટકોટા વચ્ચે મેશ્વો નદી ઉપરના બે જિલ્લાને જોડતા પુલનું લોકાર્પણ
Spread the love

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના બે મુખ્ય મથકો સહિત બન્ને જિલ્લાઓના ૧૦૦થી વધુ ગામોને જોડતો રૂ.૪.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ   મેશ્વો નદી ઉપર નાની ઇસરોલ-ભાટકોટા પાસેના પુલનું આજરોજ મેઢાણ જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન પરમાર અને તથા કું જીગીશા રબારી ના વરદ હસ્તે કુમકુમ તિલક સાથે શ્રીફળ વધેરી આ પુલનું આજરોજ  લોકાર્પંણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ  અગ્રણી શ્રી પ્રભુદાસભાઇ પટેલ, મોડાસા વિધાનસભાના આગેવાન શ્રી ભીખુસિંહ પરમાર, મોડાસા તાલુકા સંગઠન મહામંત્રી શ્રી રમેશભાઇ પટેલ, શ્રી અંકીતભાઇ પટેલ, જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ શ્રી બીપીનભાઇ પટેલ અનું. મોરચા પ્રમુખ શ્રી દીનેશભાઇ પરમાર, અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ચિરાગ ગોસ્વામિ,મહેશભાઇ બારોટ તથા ભાજપા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ પુલ લોકોને સામાજિક અને અન્ય કામો માટે આ  આશીર્વાદરૂપ બનશે  તેમ જણાવી જિલ્લા સદસ્યા કમળાબેન પરમારે આ વિસ્તારને બે જિલ્લા સાથે જોડતા આ પુલ માટે રૂ.4.12 કરોડની માતબર રકમ ફાળવવા બદલ આ વિસ્તારની જનતા વતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અને જિલ્લા સનગઠન પ્રમુખ  રણવીરસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠન ટીમનો આભાર માન્યો હતો.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200910-WA0055-1.jpg IMG-20200910-WA0056-0.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!