ભિલોડામાં ગુંડારાજ : રિક્ષા ચાલકનું અપહરણ કરી ફટકાર્યો

ભિલોડામાં ગુંડારાજ : રિક્ષા ચાલકનું અપહરણ કરી ફટકાર્યો
Spread the love

અરવલ્લી જિલ્લાના વહેપારી મથક ગણાતા ભિલોડા માં અસામાજિક તત્વો ને પોલીસ નો કોઈ ડર રહ્યો ન હોવાથી કાયદો સલામતી સામે સવાલ ખડા કરે તેવા એક બનાવ માં સામાન્ય ઠપકો આપવાના ઝગડા માં રિક્ષા ચાલક નું સ્કોર્પિયો માં અપહરણ કરી પાઇપ થી ફટકારવાની ઘટનાએ ચકચાર જગાવી છે . પોલીસ ચોકી પાસે બનેલી ઘટના મુજબ જાયલા ગામના રિક્ષા ચાલક રાજેશ ખરાડી તા.૧૮ ના રોજ રિક્ષા લઈ બસસ્ટેન્ડ નજીક થી પસાર થતો હતો તે સમયે રિંટોડા ગામનો પ્રતાપ ઉર્ફે પરથું જોષિયારા અન્ય રિક્ષા ચાલક સાથે રોડ વચે બોલાચાલી કરતો હોવાથી રોડની સાઈડ માં જવા માટે કહ્યું હતું જેમાં મામલો ગરમાયો હતો.

દરમ્યાન પ્રતાપે ફોન કરી ઝગડાની જાણ કરતાં દોડિસરા નો કાળુ દુંડ તેના અન્ય સાગરીતો સાથે સ્કોર્પિયો માં આવી પહોંચ્યો હતો અને રિક્ષાચાલક રાજેશ ખરાડી ને સ્કોર્પિયો માં ખેંચી અપહરણ કરી ઇડર રોડ પરના એક કૉમ્પ્લેક્સ માં લઇ ગયા હતા જ્યાં અન્ય ૮થી ૧૦ માણસો ના ટોળા વચે ધેરી ને રિક્ષાચાલક ને પાઇપ થી ફટકારતાં ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવો પડ્યો છે. પોલીસ ચોકી સામે ધોળે દિવસે રિક્ષા ચાલક નું અપહરણ અને હુમલા નો બનાવ છતાં પોલીસ મૂકપ્રેક્ષક બની જતાં હજુ સુધી આરોપી પકડાયા ન હોવાથી ખરાડી પરિવાર ભય ના ઓથાર હેઠળ આવી ગયો છે.આ અંગે જગદીશ ભાઈ ખરાડી ની ફરિયાદ ના આધારે પોલીસે આરોપી ઓ સામે મારામારી સહિત અપહરણનો ગુનો નોંધ્યો છે.

દિનેશ નાયક, સરડોઈ

IMG-20200922-WA0091.jpg

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!