દરિયો : એક વગોવાયેલ….અસ્તિત્વ – વ્યકિતત્વ રચના

દરિયો
~~~~~
આ દરિયો આટલો ખારો કેમ?
હોય તો છે એ સ્થિર એક જગ્યાએ..
મસ્ત હિલોળા લેતો મસ્તી માં,
ધીરે ગંભીર , જોગંદર મુદ્રા માં..
શું નદીઓ આવતી મળવા એને કે..
ઠાલવવા ખારાશ બધી, દુનિયા ની એનામાં ?!
રિફાઈન્ડ થાવા આવતી કે મીઠાશ લઈને જાતી ?!
સ્વકેન્દ્રીતા થી થાતી ખારાશ કે..
સ્વ કેન્દ઼િતા : બંધિયાર પણું ! શું ? એટલે ખારાશ થાતી ?!
લાખ મથતી નદીઓ તોય..એને, લગીરેય અસર ના
થાતી.
થાકીને એ સઘળી છેવટે.. એનામાં સમાઈ જાતી.
રિચાર્જ થઈ એ બધી પછી મૂળ પ્રવાહે જાતી.
ચોમાસામાં પુનજિઁવિત થઈ કેટલીય જીવાદોરી થાતી.
ખારાશ-મીઠાશ ભેગા ભળી પછી સબરસ થાતી,
આમ, વરસમાં એકાદ – બે વાર, ”શિલ્પી’ એમની મુલાકાત થાતી.
(કવિ) પંકજ દરજી ‘શિલ્પી’