યુવાધનને બરબાદ કરતો નાર્કોટિક્સનો ખુબ જ મોટા જથ્થા સાથે ત્રણ આરોપી ની ધરપકડ કરતી SOG

યુવાધનને બરબાદ કરતો નાર્કોટિક્સનો ખુબ જ મોટા જથ્થા સાથે ત્રણ આરોપી ની ધરપકડ કરતી SOG
Spread the love

પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેજ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેને હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારું એન.ડી.પી.એસ હેઠળની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી કે.જી ભાટી સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે જાડેજા સાહેબ ના આપેલ માર્ગદર્શન અનુસંધાને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ છત્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર ફતેસંગ ને ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે (૧) મહમદસલમાન હનીફભાઇ શેખ (૨) અલાઉદ્દીન દગડુભાઈ મન્સુરી (૩) શૈલેષકુમાર જયસિંહ કુશવાહા નાઓને નશાકારક કપ સીરપ ના જથ્થા સાથે પકડી પાડેલ છે. તેઓના વિરુદ્ધમાં એન.ડી.પી.એસ કલમ હેઠળ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ મુદ્દામાલ:-

(૧) નશાકારક કપ સીરપ ના કુલ બોક્સ નંગ ૨૨૫ કિંમત રૂપિયા ૩૦,૯૭,૭૭૦/-
(૨) નશાકારક ટેબલેટ બોક્સ નંગ ૧૩૬ કિંમત રૂપિયા ૨,૧૦,૭૨૦/-
(૩) ટુ વ્હીલ એક્સેસ વાહન ૧ કિંમત રૂ ૧૦,૦૦૦/-
(૪) મોબાઈલ ફોન નંગ ૩ કિંમત રૂ ૩,૦૦૦/-
(૫) શૈલેષકુમાર જયસિંહ કુશવાહા પાસેથી રોકડ રકમ રૂપિયા ૬,૨૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા- ૩૩,૨૨,૬૯૦/-
આ કામગીરીમાં સામેલ અધિકારીઓ:- પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.ડી મંડોરા સાહેબ ચાંગોદર પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.પી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જી પરમાર સાહેબ તથા એ.એસ.આઇ જોરાવરસિંહ, વિજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, પ્રદિપસિંહ, કુલદીપસિંહ, મનુભાઈ,ભરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર, શૈલેષભાઈ, મહિપાલસિંહ, પ્રહલાદભાઈ, હર્ષદભાઈ, જયંતીભાઈ, જગદીશભાઈ વગેરે હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર

IMG-20200923-WA0011-2.jpg IMG-20200923-WA0062-1.jpg IMG-20200923-WA0063-0.jpg

Admin

Sohilkumar Gohel

9909969099
Right Click Disabled!