રાજકોટ : KKV સર્કલ ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી પૂર્ણતાના આરે

રાજકોટ : KKV સર્કલ ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી પૂર્ણતાના આરે
Spread the love

રાજકોટ-કાલાવડ તેમજ જામનગર-ગોંડલ તરફ કાલાવડ રોડ ઉપર થઇને જતા તમામ વાહનો માટે હાઈલેવલ ઓવરબ્રીજ આશીર્વાદ રૂપ બનશે. કોટેચા ચોકથી શરૂ થઇને મહાનગરપાલિકાના સ્નાનગાર સુધી હાઈલેવલ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. ક્ધસલન્ટન્ટના રીપોર્ટ મુજબ હાલ ઓવરબ્રીજ બનાવવા માટે કાલાવડ રોડ ઉપર બંને સાઈડ નિયમ મુજબ જગ્યા હોવાના કારણે સાઈડમાં આવતી મિલકતોનું કપાત નહીં થાય.

ક્ધસલન્ટન્ટનો રીપોર્ટ અને ડીઝાઈન તેમજ બ્રીજ માટેનું એસ્ટીમેન્ટ સહિતની કાર્યવાહી હાલ પૂર્ણ કરવામાં આવી છે. અને ફાઈલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવી હોય. સોમવારે કમિશનરના આદેશ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડરના નિયમ મુજબ બીડની કામગીરી ઝડપથી પૂર્ણ કરી બ્રીજનું કામ ઝડપી શરુ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જાણવા મળેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200927-WA0026.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!