યશરાજ ફિલ્મે પુરા કર્યા 50 વર્ષ, દિકરા આદિત્ય ચોપરાએ પિતાની યાદમાં લોન્ચ કર્યો નવો લોગો

અરવલ્લી : યશ રાજ ફિલ્મ્સની 50 મી વર્ષગાંઠ પર રવિવારે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાએ નવા પ્રોડક્શન હાઉસનાં લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોગોએ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર અને ચાંદની, સિલસિલા, દિલ તો પાગલ હૈ, ધૂમ અને યુદ્ધ જેવી ફિલ્મો સાથે યશ રાજ ફિલ્મ્સની 50 વર્ષીય ફિલ્મ યાત્રાને કેપ્ચર કરી છે. 27 સપ્ટેમ્બરના રોજ આદિત્ય ચોપડાએ તેમના સ્વર્ગસ્થ પિતા અને ફિલ્મ નિર્માતા યશ ચોપરાની 88 મી જન્મજયંતિ પર લોગોનું અનાવરણ કર્યું હતું.
આ વિશેષ પ્રસંગે તેમણે એક નોંધ પણ લખી છે. અક્ષય વિધાની, યશરાજ ફિલ્મ્સના બિઝનેસ અફેર્સ અને કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, ખાસ લોગો વાયઆરએફની ઇતિહાસની રોમાંચક યાદો, સ્મૃતિચિત્રો અને તેની સિનેમેટિક પ્રવાસ તેમજ તેની બ્લોકબસ્ટર ફિલ્મોનો એક ભાગ છે. આ માધ્યમ ભારતીય સિનેમા ઉદ્યોગમાં વાયઆરએફ અને પ્રેક્ષકોના યોગદાનને પણ પ્રતિબિંબિત કરે છે, જેણે દેશ અને દેશવાસીઓ માટે પોપ સંસ્કૃતિ બનાવી છે.
અહેવાલ : યોગેશ પટેલ (અરવલ્લી)