સરડોઈ ગામે વીજ અકસ્માત નિવારવા નાટક ભજવાયું

મોડાસા તાલુકાના સરડોઈમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ અકસ્માત નિવારવા ભાગરૂપે નાટક ભજવાયું હતું. જેમાં ઉસ્થીત કલાકારોએ નાટકના માધ્યમથી ગ્રામજનો વીજ અકસ્માત થી કેવી રીતે બચી શકે તે અંગે પાત્રો અને સંવાદોથી યોગ્ય સમજ આપી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ અનિલ સિહ રહેવર, પંચાયતના સભ્ય યશપાલ સિહ પુવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશ નાયક, સરડોઈ