ખેડબ્રહ્મા આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવશે

- આઈસીડીએસ શાખા ખેડબ્રહ્મા દ્વારા આગણવાડી કાર્યકર /તેડાગર ની જગ્યાઓ ભરવા તજવીજ હાથ ધરાઈ
આઈસીડીએસ શાખા હિંમતનગર જિ. સાબરકાંઠા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી પડેલ જગ્યા પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. તારીખ 24-8-2020 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને તારીખ 13-9- 2020 ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ખેડબ્રહ્મા તાલુકામાં આઈસીડીએસ શાખા ઘટક -1માં 100 આંગણવાડી કેન્દ્રો અને ઘટક 2 માં 108 આંગણવાડી કેન્દ્રો મળી કુલ 208 આંગણવાડી કેન્દ્રો હાલમાં ખેડબ્રહ્મા તાલુકામાં કાર્યરત છે. તે પૈકી ઘટક -1 માં આંગણવાડી કાર્યકરની કુલ 3 જગ્યાઓ અને તેડાઘરની કુલ 4 જગ્યાઓ મળી કુલ 7 જગ્યાઓ ખાલી હતી.
ઘટક 2 માં આંગણવાડી કાર્યકરની 3 જગ્યાઓ અને તેડાગર ની 7 જગ્યાઓ મળી કુલ =10 જગ્યાઓ ખાલી હતી. હવે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે આંગણવાડી કાર્યકર અને તેડા- ઘરની ટૂંક સમયમાં ભરતી થનાર છે. તેવું આઈસીડીએસ શાખા ખેડબ્રહ્માના cdpo શ્રીમતી કોકીલાબેન પટેલે જણાવ્યું હતું. ભરતીમાં પારદર્શકતા રહે અને કોઈપણ બહેનને અન્યાય ન થાય તે માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ટૂંક સમયમાં ખાલી પડેલ જગ્યા ઉપર આગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ની ભરતી કરી દેવામાં આવશે.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)