હાથરસ જેવી બીજી ઘટના : 22 વર્ષિય યુવતી સાથે ગેંગરેપ, નિર્દયતાથી મારતા મોત

ઉત્તર પ્રદેશમાં હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને તેની નિર્દયતાથી હત્યાને લઈને દેશભરમાં આક્રોષ છે. તે દરમિયાન આ જ પ્રકારની એક બીજી ઘટના યુપીના બલરામપુર જિલ્લામાં બની છે. હાથરસના અંદાજે 500 કિલોમીટર દુર 22 વર્ષિય દલિત યુવતી સાથે પણ હેવાનોએ ગેંગરેપ કર્યો અને તેને ખુબ માર માર્યો જેના કારણે તેનું મોત થઈ ગયું છે. આ ઘટના મંગળવાર (29 સપ્ટેમ્બર)ની સાંજે બી હતી જ્યારે દેશનું ધ્યાન દિલ્હીના સફદરજંગમાં હાથરસ યુવતીના મોત પર કેન્દ્રીત હતું અને પોલીસ તેની લાશ તેના ગામ લશ તેના ગામ લઈ જવામાં લાગી હતી.
બલરામપુરની યુવતીનું મોત ત્યારે થઈ ગયું હતું જ્યારે તેને સારવાર માટે લખનૌ હોસ્પિટલમાં લાવાઈ રહી હતી. સૂત્રોના મુજબ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગેંગરેપની પૃષ્ટી થઈ છે. સૂત્રોએ એ પણ કહ્યું કે પીડિતાના શરીર પર ઘણા જગ્યા પર ઘા અને ઈજાના નિશાન હતા. મૃતક યુવતીના ભાઈએ કહ્યું કે પોલીસે આ કેસમાં બે લોકોને પકડ્યા છે જેમાંથી એક સગીર છે.
પીડિયાની માતાએ કહ્યું કે સવારે તે ઘરેથી નીકળી હતી, જ્યારે સાંજ સુધી તે પાછી ન આવી તો પોલીસને તેની જાણકારી આપવામાં આવી. સૂત્રોએ કહ્યું કે તે સાંજે 7 વાગ્યા આસપાસ પાછી આવી, હુમલાખોરોએ તેને ઈ-રિક્ષામાં બેસાડીને તેના ઘરે મોકલી દીધી હતી. તે વખતે યુવતી બેભાન અવસ્થામાં હતી. પરિજનો તેને હોસ્પિટલ લઈ ગચા, હોસ્પિટલમાં ડોક્ટરે તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરી. રસ્તામાં તેનું મોત થઈ ગયું.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)