અંબાજી મા ગાંધી જયંતી નિમિતે સફાઈ કાર્યક્રમ યોજાયો

શક્તિ ભક્તિ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે હાલમાં કોરોના કહેર ને કારણે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નો ઉપયોગ કરી રહ્યા છે દેશભર મા અત્યારે અનલોક 5 લાગુ થઇ ગયું છે અને સરકાર દ્વારા ગાઇડલાઇન પણ શરુ કરી દેવાઈ છે ત્યારે આજે 2જી ઓક્ટોમ્બરે ગાંધી જયંતી નિમિતે ઓલ સર્વિસ ગ્લોબલ ના ઉપક્રમે સફાઈ કાર્યક્રમ યોજી દેશના મહાત્મા ગાંધી ને યાદ કરી સાચી શ્રધાંજલિ આપવામાં આવી હતી.
આજે અંબાજી મંદિર ના શક્તિદ્વાર થી ઓલ સર્વિસ ગ્લોબલ ના મેનેજર અને કર્મચારીગણ દ્વારા યાત્રાધામ અંબાજી ના માર્ગો પર અને મંદિર પરિસર મા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે અંબાજી ખાતે લોકો એ મહાત્મા ગાંધી ને યાદ કર્યા હતા આજના કાર્યક્રમ મા વિક્રમ સરગરા, અલ્પેશ ગોહિલ.અમરત ભાઈ.તરૂણ ભાઈ મકવાણા સહીત ના કર્મચારીગણ હાજર રહી યાત્રાધામ ની સફાઈ હાથ ધરી હતી.