ભરુચ : ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ભૂલઘડી ગામની બહુજન સમાજ દીકરી પર થયેલ બળાત્કાર અંગે આવેદન

ભરુચ: તા:૦૫/૧૦/૨૦૨૦ ને સોમવાર ના રોજ સવારે ૧૧ કલાકે ઉત્તર પ્રદેશ ના હાથરસ જિલ્લા ના ભૂલઘડી ગામ ની બહુજન સમાજ દીકરી એક માસૂમ અને નિર્દોષ દીકરી સાથે ખેતર માં લય જય ચાર જેટલા નળ પિશાચ જાનવરો જેવા નરાધમો એ પાસ્વી બળાત્કાર ગુજારી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી આ ચાર નરાધમો તેને અધમરી હાલત માં છોડી દય નાસી છૂટયા હતા ત્યારે પીડિતા ના પરિવાર ના લોકોએ શોધખોળ આચરતા ગંભીર રીતે ઘવાયેલી હાલત માં પીડિતા મળી આવી હતી.
તેને ત્યાં હોસ્પિટલ માં સારવાર આપી હતી તેની ગંભીર હાલત જણાતા દિલ્હી ની સફદરગજ ખાતે હોસ્પિટલ માં સારવાર દરમ્યાન પીડિતા ને મરણ જાહેર કરી હતી તે ઘટના ને વખોડી કાઢી નરાધમો ને તથા પુરાવા નાસ કરવા ના હેતુ થી પોલીસ પ્રશાસને હિન્દુ ધર્મ ના વિરોધી નિયમ અપનાવી મધ્ય રાત્રિએ પીડિતાના પરિવાર ને પીડિતાની બોડી પણ સોંપી નહિ કે તેણી નુ મો પણ બતાવ્યું નહિ હિન્દુ સંસ્કૃતિ ના ધાર્મિક નીયમ એમ કહે છે કે સૂર્યાસ્ત પછી સબ ને અગ્નિ સંસ્કાર ના આપી શકાય પણ આ પોલીસ અધિકારી યે માત્ર પુરાવો નાસ કરવા ના અને નરાધમ આરોપીઓ ને બચાવવા ના શુભ આશય થી મધ્ય રાત્રિ ના ૨:૩૦ કલાકે પીડિતા ને અગ્નિ દાહ આપિદિધો હતો.
બળાત્કાર કરતા પણ ગંભીર ગુનો આ પોલીસ પ્રશાસને કરી ઘટના ને અંજામ આપ્યો હતો ત્યારે સામૂહિક બળાત્કાર ના ગુના માં જે ચાર જેટલા નરાધમો ગુનેહગાર છે તેટલાંજ આ અગ્નિ સંસ્કાર ની ઘટના ને અંજામ આપનાર જવાબદાર પોલીસ અધિકારીઓ છે ત્યારે અમો અખિલ ભારતીય વાલ્મીકિ મહાસભા ના રાષ્ટ્રીય ઉપસચિવ સહિત તમામ દલિત આગેવાનો કડક માં કડક સજા થાય આ ઘટના સાથે જોડાયેલ ચાર નરાધમો સહિત પોલીસ ના જવાબદાર અધિકારીઓને સખતમાં સખત સજા (૩૦૨) (૩૭૬) અને એક્ટ્રોસીટી ઍક્ટ હેઠળની ગુનો દાખલ કરી સજાની માંગ સાથે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે અખિલ ભારતીય વાલ્મીકિ મહાસભાના રાષ્ટ્રીય ઉપ સચિવ કિરણ સોલંકી ની આગેવાની માં તથા દલિત સમાજ ના આગેવાનો સહિત વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો ની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
તમામ દલિત સમાજ ના આગેવાનો તથા વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી આંબેડકર જી ની પ્રતિમા ઉપર ફૂલહાર કરી ભરૂચ જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપી ભારત સરકાર ના આદરણીય માન. રામનાથ કોવિંદ જી રાષ્ટ્રપતિ શ્રી ને સંબોધી ને ન્યાય ની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું ત્યારે કરછ ના વકીલ શ્રી દેવજીભાઈ મહેશ્વરી ની કરપીણ હત્યા કરવા માં આવી તેના ગુનેગારો ની ધરપકડ કરી ફાંસી ની સજા ફટકરવામાં આવે જેવા ઉલ્લેખ કરી કલેકટર શ્રી ભરૂચ જિલ્લા ના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી આદરણીય રામનાથ કોવિંદજી ને આવેદન પત્ર ના માધ્યમ થી રજૂઆત કરવા માં આવી હતી.
વારંવાર ની આ દલિત સમાજ સાથે થતાં અન્યાય અને અત્યાચારો બંધ થાય તેવી ન્યાયિક માંગણી કરવા માં આવી હતી ઉપસ્થિત દલિત આગેવાનો રાષ્ટ્રીય ઉપ સચિવ કિરણ સોલંકી પૂર્વ અનું સૂચિત જાતિ નિગમ ના ડિરેક્ટર અને સિનિયર એડવોકેટ રાજેન્દ્રભાઈ સુતરીયા સિનિયર એડવોકેટ ધર્મેન્દ્રભાઈ સોલંકી પેઇન્ટર દિપકભાઈ સોલંકી દિપ્તીબેન પાંડવ સામાજિક અગ્રણી કંતિભા પરમાર ઉમેશભાઈ મીસ્ત્રી મુકેશ પ્રજાપતિ ગણપત સોલંકી તથા સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : મનીષ કંસારા (ભરુચ)