સાબરકાંઠા જિલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા મૌન સત્યાગ્રહ કાર્યક્રમ

સાબરકાઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૌન સત્યાગ્રહ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પમૂખ મણીભાઈ પટેલ ની આગેવાની માં આજે સોમવાર ના રોજ ઉત્તરપ્રદેશ ના હાથરસ મા વાલ્મીકી સમાજ ની દલીત દીકરી દુષ્કર્મ નો ભોગ બની અને હત્યા એ જ્યારે દેશ ને હચમચાવી નાખ્યો છે ત્યારે કોગ્રેસ પાર્ટી ના આદરણીય નેતા રાહુલ ગાંધીજી તથા કોગ્રેસ ના અન્ય આગેવાનો એ પરીવાર ની દુખ ની ધડી માં સામેલ થવા જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા જે રીતે બેરહેમી થી લાઠીચાર્જ કરવામા આવ્યો ત્યારે દેશભર મા આક્રોશ છે જે વ્યક્ત કરવા સાબરકાઠા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારોશ્રીઓ મૌન સત્યાગ્રહ માં જોડાયા હતા તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા ૨૨ જેટલા કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.