લાઠી રામકૃષ્ણ ઓડીટોરિયમ ખાતે શિશુવિહાર ભાવનગરના ઉપક્રમે ઉડાન વિદ્યા યજ્ઞ યોજાયો

લાઠી શહેર માં શિશુવિહાર ભાવનગર ના ઉપક્રમે ઉડાન વિધા યજ્ઞ શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન હેઠળના ઉડાન વિદ્યા યજ્ઞ પ્રોજેક્ટ હેઠળ લાઠી તાલુકા નાં ૩૬ ગામ તથા જોષિલુ બાબરા અંતગૅત યોજના હેઠળ બાબરા તાલુકાનાં દરેડ,ચરખા,અમરા પરા, કટીયાણા,કોટડાપીડા,લુણકિ ગામ ની ૩૧ આંગણવાડીનીબહેનોને ક્રાફટ ની તાલીમ તથા ક્રાફટ કીટ આપવામા આવેલ.
આ કાર્યક્રમમા BRC CO શ્રી નીતિન ભાઈ ચાવડા,શ્રી નલિન ભાઈ પંડિત શ્રી ધીરુભાઈ લાઠી તાલુકા નાં TPO શ્રી નીમિષા બહેન દવે CDPEO શ્રી કાશ્મીરાબહેન,ભટ્ટ શ્રી સંજય ભાઈ તલસાણીયા તથા BRC નાં અધ્યક્ષ સલિમભાઈની ઉપસ્થિતિ માં યોજાયેલ.આ તાલીમ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં બાલમંદિરનાં શિક્ષક શ્રી પ્રીતિ બહેન ભટ્ટ, શ્રી ચંન્દ્રીકા બહેન દવે , શ્રી ઉષા બહેન રાઠોડ તથા શ્રી હિનાબહેન ભટ્ટ દવારા ક્રાફટ તાલીમ આપવામા આવેલ.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા