હળવદના ખેડૂત સાથે 7.45 લાખની છેતરપીંડી કરી વેપારી ફરાર

હળવદના ખેડૂત સાથે 7.45 લાખની છેતરપીંડી કરી વેપારી ફરાર
Spread the love

હળવદ તાલુકો ખેતી તરફ હરણફાળ ભણી છે ત્યારે ગઠીયાઓ પણ નવા સ્વાંગ રચી ખેડૂતોને ઉંચા ભાવ આપવાના વિશ્વાસ આપી જણસ લઈ ફરાર થઈ જતાં હોય છે ત્યારે સુંદર ગઢના ખેડુતના 230 મણ જીરું અને 370 મણ ઘઉંના 7,45 લાખનો ચેક બાઉન્સ થતાં વેપારી વિરુદ્ધ છેતરપીંડીની પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાલુકામાં ખેડૂતો પાસેથી સીધો જ માલ ખરીદી ખેડૂતોને ભાડાનો ખર્ચ અને ઉંચા ભાવ આપવામાં આવશે તેવું કહી ખેડુતના ઘરેથી જ જણસો વેપારીઓ લઈ જતાં હોય છે જેમાં સ્થાનિક વચેટીયાના વિશ્વાસથી ખેડૂત ચેક પણ લઈ લેતાં હોય છે પરંતુ ખેડૂતો પોતાના પરસેવાની કમાણી રૂપી નાણાં જ્યારે બેંકમાં લેવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે ચેક બાઉન્સ થયો છે અને વેપારીએ છેતરપીંડી આચરી છે.

જેમાં હળવદના સુંદર ગઢના ખેડૂત ચતુરભાઇ મગનભાઈ પાસેથી અમદાવાદના વેપારી ભાર્ગવ વાસુદેવ ભાઈ પટેલે જીરું 230 મણના 5,98 લાખ અને ઘઉં 370 મણના 1,45 લાખ કુલ 7,45 લાખનો ચેક આપી જણસની ખરીદી કરી હતી જેમાં ખેડૂત દ્વારા પોતાના એચડીએફસી બેંકમાં ખાતા નં 5010002882633916નો ચેક નં 000001ખાતામાં જમા કરતાં બાઉન્સ થયો હતો અને જે વેપારી ભાર્ગવ પટેલની પત્ની નિધિ ભાર્ગવ પટેલના એકાઉન્ટનો હોવાથી હળવદ પોલીસ મથકે છેતરપીંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામા આવી છે.

IMG-20201005-WA0055.jpg

Admin

Jagdish Parmar

9909969099
Right Click Disabled!