દામનગર રફીકભાઈ હુનાણીની અધ્યક્ષતામાં ઇન્ડસ્ટ્રીઝ એશોસીએશન હોદાદારોની વરણી

દામનગર શહેર માં ઇન્ડસ્ટ્રીઝ એશોસીએશન ની નવી યુવા ટિમનું ગઠન કરાયું દામનગર શહેર માં આઈ ડી સી જેવી ઔદ્યોગિક વસાહત ના વિકાસ માટે ઇન્ડસ્ટ્રીઝ એશો ના પૂર્વ પ્રમુખ રફીકભાઈ હુનાણીની અધ્યક્ષતા યોજાયેલ બેઠક માં નવનિયુક્ત પ્રમુખ તરીકે રાજેશભાઇ ઇસામલિયા ઉપ પ્રમુખ કલાભાઈ કુવાડિયા મંત્રી જીતુભાઇ બલરની નિમણૂક કરાય હતી. નવનિયુક્ત ઇન્ડસ્ટ્રીઝ એશો.ના હોદેદારોને જીઆઈડીસી વસાહત સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા તમામ ઇન્ડસ્ટ્રીઝ ગૃહના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં તા૪/૧૦/૨૦ ના રોજ હુનાણી રફીકભાઈની અધ્યક્ષતામાં બેઠક મળી.
આ બેઠકમાં દામનગર શહેરની ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી ઉપસ્થિત તમામ અગ્રણીઓએ દામનગર શહેર ઇન્ડસ્ટ્રીઝ એશોના હોદાદારોની સર્વાનુમતે વરણી કરાય નવનિયુક્ત હોદેદારોને પદગ્રહણ બદલ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા અને શહેરની ઔદ્યોગિક વસાહતનો ખુબ વિકાસ થાય તે માટે આ યુવા ટિમ પ્રયત્નશીલ બની રોજગારીઓના સર્જન અને પ્રાથમિક સુવિધાઓમાં ઉતરોતર વધારો કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા