સાબરકાંઠા : પ્રાંતિજના નનાનપુર ખાતે બેટી વધાવોનો જન્મ દિવસે અનોખો કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે રહેતા અને જાણીતા ફોટોગ્રાફર કમલેશ કુમાર પંચાલની દિકરી કાવ્યા ના જન્મ દિવસે અનોખો કાર્યક્રમ રાખી સમાજમાં દાખલારૂપ કામ કરી બતાવ્યું છે .આજે તા6ઠ્ઠી ઓક્ટોબર ના રોજ કાવ્યાના જન્મ દિન નિમિત્તે માતાજી ના મંદિરે હવન અને નનાનપુર ખાતે તેમના નિવાસસ્થાને ભવ્ય સત્સંગ ભંજન નો સુંદર કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં અને શોશ્યલ ડીસ્ટન્સ સાથે રાખવામાં આવ્યો હતો જેમાં કથાકાર અને વેદોના આચાર્ય નારાયણદાસ રાવલ દ્વારા પુત્રીનું મહત્વ અને આદિઅનાદિકારથી શક્તિઓની અલૌકિક શક્તિ ઓનાં દાખલાઐ આપી ને ભેટીને ખૂબ ભણાવવા અને તમામ ભેટીને વધાવવા આહવાન કર્યું હતું.
તેમને વૈદિક સંસ્કૃતિ ની પરંપરા અને દૈવી શક્તિ નું મહત્વ અને અધિક માસમાં ભક્તિ શક્તિ નું મહત્વ સમજાવ્યું હતું..આજે લોકો વીસમી થી એકવીસમી સદી તરફ આદરી દોટ મૂકી ને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા આદરી જોકે દોડી રહ્યા છે અને દિકરીઓને ભણાવવા ગણાવવામાં અને છેક ઓફીસર બની સ્વાવલંબી બનાવવા તેમજ છેક વિમાન ચલાવવા સુધી દિકરી ઓને ભણાવવા માંડ્યા વચે જે આજના સમયની માંગ છે અને સરકાર પણ બેટી વધાવો બેટી પઢાઓ ના નારા લગાવે છે પરંતુ ક્યાંક અને કેટલાક વિસ્તારોમાં દિકરી ઓને શિક્ષણ આપવામાં પીછે હટ અને શ્રમ સંકોચ છે ત્યારે આજના આ કમલેશ પંચાલ ના પરિવારો દ્વારા દિકરી વધાવો ના સત્સંગી પ્રોગ્રામ ને લોકોએ વખાણી ઉત્કૃષ્ટ કાર્ય ની પ્રસંશા કરી હતી.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)