અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ

- અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાંથી જુગાર રમતા ૮ ઇસમોને રોકડ રકમ, મોટર સાયકલ મોબાઇલ સહિત કુલ કિ.રૂા.૨,૩૪,૯૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓ જીલ્લામાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગઈકાલ તા.૦૭/૧૦/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, ઘનશ્યામભાઇ નાનજીભાઇ કાબરીયા રહે અમરેલીવાળાની ચકકરગઢ રોડે આવેલ વાડી ખેતરના પાછળના ભાગે આવેલ સરકારી ખરાબાની જમીનમાં આવેલ નેરાના વોકળામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આંઠ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
1️⃣ મુનાફ ઉર્ફે ચાલુ હબીબભાઇ કાલવા, ઉવ.૩૦, ધંધો.મજુરી, રહે.અમરેલી, ચકકરગઢ રોડ, કુંભારવાડા પાસે, તા.જી.અમરેલી.
2️⃣ ફારૂક ઉર્ફે પવ વલીભાઇ કાલવા, ઉવ.૩૫, ધંધો.મજુરી, રહે.અમરેલી, બહારપરા, જય હિન્દ ટોકિઝ પાસે, તા.જી.અમરેલી.
3️⃣ ભરતભાઇ ઉર્ફે બાઠો રવજીભાઇ સોલંકી, ઉવ.૩૩, ધંધો.ડ્રાયવિંગ, રહે.અમરેલી, બહારપરા સામુદ્રીમાતાના ડેલા સામે, જી.અમરેલી.
4️⃣ ફિરોઝભાઇ જમાલભાઇ કાલવા, ઉવ.૩૮, ધંધો.ડ્રાયવિંગ, રહે. અમરેલી બહારપરા, રોશન હોસ્પીટલ સામે, મોટા ખાટકીવાડ તા.જી.અમરેલી.
5️⃣ જીગ્નેશભાઇ ધીરૂભાઇ ભીમાણી, ઉવ.૩૪, ધંધો ખેતી, રહે.અમરેલી ઠે.ચકકરગઢ રોડ, સંકુલ પાસે આનંદનગર શેરી નં.-૬, અમરેલી.
6️⃣ ભાવેશભાઇ કનુભાઇ કથીરીયા, ઉવ.૩૬, ધંધો હિરાકામ, રહે. અમરેલી ઠે.ગજેરાપરા, પટેલવાડી રોડ, તા.જી.અમરેલી.
7️⃣ દિપકભાઇ મથુરભાઇ વસાણી, ઉવ.૪૫, ધંધો મજુરી, રહે.અમરેલી લુહાણાશેરી લુહાણા મહાજનવાડીની પાસે, બહારપરા, તા.જી.અમરેલી.
8️⃣ શૈલેશભાઇ ચીમનભાઇ પડસાળા, ઉવ.૩૫, ધંધો ખેતી, રહે.વાંકિયા તા.જી.અમરેલી.
પકડાયેલ મુદામાલ
મજકુર પકડાયેલ આંઠેય ઇસમો ઘનશ્યામભાઇ નાનજીભાઇ કાબરીયા રહે.અમરેલીવાળાની ચકકરગઢ રોડે આવેલ વાડી ખેતરના પાછળના ભાગે આવેલ સરકારી ખરાબાની જમીનમાં આવેલ નેરાના વોકળામાં પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૬૧,૪૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮, કિ.રૂા.૨૬,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૫ કિ.રૂ.૧,૪૭,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- તથા એક પ્લાસ્ટીકનુ પાથરણુ કિ.રૂા ૦૦/૦૦ એમ મળી કુલ કિ.રૂા.૨,૩૪,૯૬૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ આંઠેય ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. અમરેલીનાં પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમને જુગાર રમતા આંઠ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.