ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને ભોગ બનનાર સાથે પકડી અપહરણનાપાડતી અમરેલી LCB

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓએ ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અપહરણનો ગુન્હો કરી નાસતા ફરતાં આરોપીને ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૦૦૬૧૪/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ ૧૮ મુજબના ગુનાના કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને તા.૨૯/૦૨/૨૦૨૦ નાં રોજ દેરડી-જાનબાઇ ગામેથી આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપી
શિવક્રિપાલ શ્રીકાંત પ્રજાપતી ઉ.વ. ૨૩ રહે. લેદુરાહી, તા. ખંડવા, જી. બલીયા (ઉતરપ્રદેશ)વાળાને આજરોજ તા.૦૮/૧૦/૨૦૨૦ ના હસ્તગત કરી, આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.