ગોપીપુરાની કાપડિયા સેકેન્ડરી ઈંગ્લીશ મિડીયમ ગર્લ્સ સ્કુલ, રાયચંદ દીપચંદ કન્યા શાળાની નોંધણી રદ્દ કરતાં DEO

શ્રી ચંદાગૌરી ગોરધનદાસ સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત ગોપીપુરા, ખપાટિયા ચકલા વિસ્તારમાં આવેલી શ્રી પંકજભાઈ કાપડિયા સેકન્ડરી ઈંગ્લીશ મિડીયમ ગર્લ્સ સ્કુલ, રાયચંદ દીપચંદ કન્યાશાળા સરકારી માર્ગદર્શિકા મુજબ સુવિધા ન ધરાવતી હોવાથી સુરતની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ શાળાની જુન-૨૦૧૮ થી ગ્રાન્ટ વિનાની નવી માધ્યમિક શાળા તરીકેની નોંધણી રદ્દ કરવામાં આવી છે. જેથી આ શાળામાં કોઈ વાલીઓએ પોતાના બાળકોનો પ્રવેશ નહી લેવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવાયું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)