ગૌશાળામાં ફાળો અર્પી ભુરીયા ગામના યુવકે જન્મદિનની કરી અનોખી ઉજવણી

લોકો પોતાના જન્મદિનની ઉજવણીમાં કેટલાય અઢળક ખર્ચા કરી જન્મદિવસ વિવિધ રીતે ઉજવતા હોય છે, પરંતુ હજુ પણ કેટલાક સેવાભાવી યુવાનો પોતાના જન્મદિને ખોટા ખર્ચા કરવાને બદલે ફાળો આપી અથવા ગરીબ લોકોને મદદરૂપ થઈ જન્મદિવસ ઉજવતા હોય છે, ત્યારે થરાદ તાલુકાના ભુરીયા ગામના સેવાભાવી યુવક મુકેશભાઈ અમીરામભાઈ પુરોહિતનો જન્મદિવસ ગત તારીખ ૧૦/૧૦/૨૦૨૦ ને શનિવારના રોજ હોઈ પોતાના જન્મદિન નિમિત્તે ભુરીયા ગામની શ્રી સેંધોઈ ગૌશાળા ટ્રસ્ટમાં ૧૧,૧૧૧/- રૂપિયાનો માતબર ફાળો અર્પી જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. ગૌપ્રેમી મુકેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ પરંતુ ખોટા ખર્ચાઓ ટાળી જો સેવાકીય પ્રવૃત્તિઓ થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તો જન્મદિવસની ઉજવણીનો અનેરો આનંદ ઊભરાઈ આવે છે, જોકે ખોટા ખર્ચાઓ ટાળી સેવાભાવનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવા બદલ સૌએ અભિનંદન પાઠવી કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ