ક્યાં ગયા થરાદના DYSP..? હવે આ બનાસકાંઠા સાંસદને માસ્કનો દંડ આપશે ખરા..?

- નેતાઓ જ ખુદ પરિપત્રના ઉડાવી રહ્યા છે અરેઆમ ધજાગરા..!
- થરાદમાં આવેલ નવનિયુક્ત આઈપીએસ બનાસકાંઠા સાંસદને માસ્કનો દંડ આપશે કે પછી આંખ આડા કરશે કાન..!
એકબાજું કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યાં નેતાઓ મોટા મોટા બણગાં ફૂંકવા કાર્યક્રમો કરી જાણે કે દેશમાંથી કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ નેતાઓએ જાણે કે એકબીજાની સામે હરિફાઈ માંડી હોય તેમ મોટા મોટા કાર્યક્રમો યોજી પરિપત્રના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે શનિવારના રોજ થરાદમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલનો આભાર દર્શન કાર્યક્રમ હોઈ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે કાર્યક્રમ દરમિયાન કેટલાંક પ્રમાણમાં લોકો તો માસ્ક પહેર્યા વિના હતા.
પરંતુ ખુદ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે પણ માસ્ક પહેરવાનું ટાળ્યું હોઈ અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા છે, ત્યારે તાજેતરમાં થરાદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે પૂજા યાદવની નિમણૂક થઈ છે ત્યાં નવનિયુક્ત આઈપીએસ પૂજા યાદવ જેઓ બજાર સહિત જાહેર રસ્તા પર માસ્ક વગર દેખાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક- એક હજારનો દંડ આપી રહ્યા છે તો હવે થરાદમાં આવેલ આઈપીએસ પુજા યાદવ શું બનાસકાંઠા જીલ્લાના સાંસદને પણ માસ્ક ન પહેર્યાનો દંડ આપશે ખરા…? કે પછી તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ કરી IPS પૂજા યાદવ આંખ આડા કાન કરશે એતો આવનારો સમય જ સાબિત કરશે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ