ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી

ખેડબ્રહ્મા : માસ્ક ન પહેરનાર નો દંડ વસૂલ કરતી ખેડબ્રહ્મા પોલીસ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી વિશાલ બી પટેલની રાહબરી હેઠળ માસ્ક ના પહેરનાર રાહદારીઓ પર સઘન ચેકિંગ કરી દંડ વસૂલવામાં આવતા બજારમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે કોરોના મહામારીમાં લોકોના રક્ષણ માટે હાલ માસ્ક એ ખૂબ જરૂરી છે.
છતાં પણ લોકો સરકારની ગાઇડ લાઇનને પણ અવગણીને માસ્ક વગર બજારમાં અવરજવર કરતા નજરે પડતા હોય છે. ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે સાથે ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિશાલ પટેલે ખેડબ્રહ્મા શહેરની એન્ટ્રીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવી માસ્ક ન પહેરનાર સામે દંડનો કોરડો વિંઝયો છે. આજરોજ અંદાજિત સાત હજારથી પણ વધુ દંડ લોકો પાસેથી વસૂલાત કરી સરકારશ્રીમાં જમા કરાવેલ છે
ખેડબ્રહ્મા પોલીસની સરાહનીય કામગીરી ને લોકો તરફથી સારો એવો સહકાર મળી રહેલ છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા