અંબાજીની કાર્મેલ સ્કૂલ પર હિંદુ આદિવાસીઓનું ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ

અંબાજીઃ અંબાજીની કુંભરિયા ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈએ અંબાજીની કારમેલ સ્કૂલ પર ધર્મપરિવર્તન (Ambaji_religious conversion allegation) કરાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સ્કૂલ દ્વારા ગરીબ હિંદુ આદિવાસીઓને ફોસલાવીને ધર્મપરિવર્તન Ambaji_religious conversion allegationકરવામાં આવે છે. આ બાબતમાં શાળાના આચાર્ય ઘણા સક્રિય છે. તેઓએ આ રીતે હિંદુ આદિવાસીઓની જમીન પડાવી લીધી છે અને તેમનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. તેમણે આ બાબતને લઈને જિલ્લા ડીઇઓને પત્ર પણ સત્તાવાર રીતે લખ્યો છે.
તેમનો દાવો છે કે તેમની જ ગ્રામપંચાયત હેઠળના ગામમાં 20થી 25 લોકોનુ ધર્માંતરણ આ સ્કૂલ દ્વારા કરાવવામાં આવ્યું છે. તેઓ ધર્માંતરણની પ્રક્રિયાને (Ambaji_religious conversion allegation) વેગ આપવા માટે શાળાનો ઉપયોગ મ્હોરા તરીકે કરે છે. આજે તેના લીધે અમારા ગામના અમુક આદિવાસી કુટુંબોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે. તેઓ આ માટે આદિવાસીઓને લોભ અને લાલચ (Ambaji_religious conversion allegation) આપે છે. આમ પણ ગરીબીથી કંટાળેલા આદિવાસીઓ આ માટે તરત જ તૈયાર થઈ જાય છે. આ સિવાય તેઓએ અધિકારીઓ સાથે મિલીભગત કરીને અભણ ગરીબોની જમીન પણ પડાવી લીધી છે.
તેની સામે કાર્મેલ સ્કૂલની આચાર્યાએ (Ambaji_religious conversion allegation) બધા આરોપો પાયા વગરના જણાવ્યા હતા. તેમનું કહેવું હતું કે શાળા દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ આચરવામાં આવતી નથી. તેઓ તો આદિવાસીઓને બાળકને ભણાવે છે. તેઓના જીવનનું સ્તર ઊંચુ લાવવા પ્રયત્ન કરે છે. ઉલટાના સરપંચ પર આરોપ મૂકતા તેમણે કહ્યું હતું કે સરપંચે કેટલાય શિક્ષકોના પગાર દબાવી રાખ્યા છે અને તેમા પણ તેણે કટકી કરી છે. જ્યારે શાળા સામે તેની કોઈ કારી ન ફાવી એટલે આરોપો મૂકે છે.
આ ઉપરાંત જમીન પચાવી પાડવાના અંતર અંગે જણાવ્યું હતું કે તેમની પાસે કલેક્ટરના કાગળિયા છે. તેમની પાસે આ જમીન તેમની હોવાના બધા પુરાવા છે. તેની સામે સરપંચે જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓ સાથે મિલીભગત કરીને ભોળા આદિવાસીઓની આ જમીન તેમના નામે કરાવી લીધી છે. તેથી જ તેમણે ડીઇઓને પત્ર લખ્યો છે. હવે આ કિસ્સામાં ડીઇઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.