લંડન સ્થિત વિશ્વ વિખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિર

લંડન: સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મની સાથે સાથે સામાજિક કાર્યમાં પણ ખૂબ યોગદાન આપી રહ્યો છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ સ્વામિનાયણ સંપ્રદાયની સેવાની સુવાસ પ્રસરેલી છે. હાલમાં Oxford Universityના એક આર્ટીકલમાં લંડન સ્થિત વિશ્વ વિખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રશંસા કરવામાં આવી છે. કોરોના દર્દીઓની સારવારમાં BAPS સ્વામિનારાયણ મંદિરે ખૂબ મોટું યોગદાન આપી રહ્યું છે.
યુકે સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટે કોવિડ સામે લડવા માટે ‘ધ પ્રિન્સપલ ટ્રાયલ’ની રચના કરી છે. જેનું કામ કોરોના અંગે અવેરનેસ ફેલાવાનું તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને પૂરતી સારવાર પહોંચવાનું છે. આ કાર્યમાં BAPS સ્વામિનારાયણ મંદિરની ખૂબ મદદ મળી રહી છે. જેની નોંધ Oxford Universityએ આર્ટીકલમાં લીધી છે.
પ્રિન્સિપલ ટ્રાયલના કો-લીડ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ન્યૂફિલ્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાયમરી કેર હેલ્થ સાઇન્સના પ્રોફસર ક્રિસ બટલરે જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુકેમાં કમ્યુનિટિ, ફેમિલિ અને ઇન્ડિવિઝ્યુઅલને મદદ કરી પબ્લિક હેલ્થની અવેરનેસમાં સપોર્ટ કરી રહ્યી છે.ક્રિસ બટલરે કહ્યું, ‘‘અમને ખબર છે કે કોવિડ-19 દરમિયાન માઇનૉરિટી એથનિક ગ્રુપને યુકેમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે તે ઘણું જ મહત્વનું હતુ કે આ ગ્રુપને સારી એવી ટ્રીટમેન્ટ મળે.
‘ધ પ્રિન્સપલ ટ્રાયલ’ એ ખરેખર ડેમોક્રેટિક છે, જે યુકેમાં મોટાપાયે પગલાં ભરી રહી છે. જોકે યુકેની આખી પોપ્યુલેશનનું પ્રતિનિધી કરતાં લોકોનો સમાવેશ કરી શકાયો હોત તો આ સ્ટડીમાં ઘણી મહત્વની માહિતી મળી શકે એમ હતી.કો-ઈન્વેસ્ટીગેટર અને નેશનલ બ્લેક, એશિયન એન્ડ માઇનૉરિટી કમ્યૂનિટિના પ્રિન્સિપલ તેમજ બીએપીએસ મંદિરના અગ્રણી પ્રોફેસર મહેન્દ્ર પટલે જણાવ્યું હતું કે
‘ધ પ્રિન્સપલ ટ્રાયલ’નો ઉદ્દેશ લોકોને કોરોનાનું જલ્દી નિદાન અને સારવાર મળે તે છે. તેમજ 50થી વધું ઉંમરના દર્દીઓને જલ્દીથી હોસ્પિટલમાં સારવાર શરૂ થાય તે પણ ધ્યાન રાખે છે. કોરોના સંક્રમિત થયેલાં બ્લેક એન્ડ એશિયન માઇનૉરિટી એથનિક કમ્યૂનિટિના લોકોને શોધવા ખુબ મહત્વનું કાર્ય છે, અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આમાં ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હિન્દુ કમ્યૂનિટિમાં તેના મોટા નેટવર્કની અમને ખૂબ મદદ મળી છે.