માંગરોળ મામલતદારનું તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા સ્વાગત કરાયુ

માંગરોળ મામલતદાર કચેરી ખાતે નવનિયુક્ત મામલતદાર તરીકે ડી કે વસાવાની નિમણુંક થતા તેમનું સ્વાગત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર દ્વારા શાલ ઓઢાડી કરવામાં આવ્યું છે. તેમની સાથે માંગરોળ તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કેતનભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌહાણ, સુરત જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, મહામંત્રી બાબુભાઇ ચૌધરી, મનહરભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સૂરત)