ઉમરપાડાના ઉભારીયા ગામે આવેલું વિનાયક મેટલ ક્વોરીનું કારખાનું તથા પથ્થર ખાણનું કામકાજ બંધ કરાવવા માંગ

- આ ક્વોરીથી ગામનાં મકાનોને થઈ રહેલું નુકશાન
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ઉભારીયા ગામે વિનાયક મેટલ ક્વોરી નામનું કારખાનું આવેલું છે. સાથે જ પથ્થર ખાણનું કામકાજ પણ કરવામાં આવે છે.ઉભારીયા ગામની સરકારી દફતરે નોંધાયેલ બ્લોક નંબર નવ વાળી બિનખેતીની ઔદ્યોગિક હેતુવાળી જમીન આવેલી છે.જે સુલેમાન યુસુફ મોતાલાના નામે ચાલે છે.આ જમીનમાં વિનાયક મેટલ ક્વોરી નામનું કારખાનું આવેલું છે. આ કારખાનું નિલેશભાઈ રમેશભાઈ ચૌધરી, રહેવાસી બોરીયા તથા અન્ય ભાગીદારોના સંયુક્ત ભાગીદારીથી ચાલે છે. આ કારખાનું અને પથ્થરની ખાણ રહેઠાણ વિસ્તારથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલી છે.
ખાણમાં બ્લાસ્ટિંગ કરવાથી ગામનાં પાકા મકાનોને નુકશાન થઇ રહ્યું છે.કારખાના ને લઈ રાત્રીનાં સમયે ભારે અવાજને પગલે સુઈ શકતા નથી.બ્લાસ્ટિંગના કારણે ડસ્ટ ઉડવાથી આસપાસની ફળદ્રુપ જમીન નકામી બની રહી છે.ભારે બ્લાસ્ટિંગના પગલે ગામનાં ૩૫ જેટલાં નાગરિકોના પાકા મકાનોના પાયા હચ મચી ગયા છે.આમ આ કવોરીને બંધ કરાવવા ગ્રામજનોએ માંગ કરી છે.ગામનાં સરપંચ સહિત વીસ કરતાં વધુ લોકોએ સહી કરી, સુરતનાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી,આ આવેદનપત્રની નકલ રાજ્યનાં મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)