ડભોઇ શિનોર ચોકડી પાસે એસટી બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી

ડભોઇ શિનોર ચોકડી નજીક ગોવિંદપાર્ક પાસે એસટી બસ માં શોટ સર્કીટ થતા એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી માલસર થી ડભોઇ તરફ આવતી એસટી બસ માં બપોરે ૧૨.૪૫ ના સુમારે શોટ સર્કિટ થતા આગળ કેબીન ના ભાગ માં ધુમાડા નીકળતા ની સાથે જ ડ્રાઈવર એ બસ માં બેસેલા ૧૮ જેટલા પેસેન્જરો વધુ ફેલાય તે પહેલાં બસ માંથી ઉતરવા જણાવ્યું હતું જેથી મોટી જાનહાની ટળી હતી અને જોત જોતા માં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેની જાણ ડભોઇ ફાયર સ્ટેશને કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગ ને કાબુમાં કરી હતી.