કડીના કરણનગર થી અણખોલ પાટિયા સુધીની હાઈવે પરની ફેક્ટરીઓ ઝેર ઓકી રહી છે
- કડીના કરણનગર થી અણખોલ પાટીયા સુધીની હાઈવે પરની ફેકટરીઓ ઝેર ઓકી રહી છે
- સ્થાનીક ગામલોકો અને વાહન ચાલકો ત્રાહિમામ
- મહેસાણા અને ગાંધીનગર પ્રદૂષણ વિભાગના
- અધિકારીઓ મીલીભગત
કડીના છત્રાલ રોડ સ્થિત અણખોલ નજીક કેમિકલ, સ્ટીલ, પ્લાયવુડ જેવી વિવિધ ફેકટરીઓની ચિમનીઓ દ્વારા હવામા ઝેરી ગેસના ધુમાડા છોડી વાતાવરણને પ્રદૂષીત કરાઈ રહ્યુ છે. બીજી તરફ કેટલીક કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતારતા આસપાસના ગ્રામજનોના બોરના કેમીકલ યુક્ત પાણીના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થતા સ્થાનીકોમા રાવ ઉઠવા પામી છે.જેના પગલે ઈન્દ્રાડ ગામના નાગરીક દ્વારા ગંભીર પશ્નના મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
કડીના છત્રાલ રોડ પર આવેલ અણખોલ, કરણનગર, ઈન્દ્રાડ, ધાનોટ પરથી જેવા ગામો ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની રહયુ છે. ઈન્દ્રાડ,અણખોલ, કરણનગર, ધાનોટ જેવા ગામોની સીમમા આવેલ કૈયલ સીન્થેટીક, અક્ષરકેમ, બ્રીટીશ ઈન્ડીયા, અનમોલ કલોરા કેમ,સાલાસર લેમીનેટ્સ, સુમન પ્લાયવુડ, ખુશ્બુ પ્લાયવુડ, એશિયન ટ્યૂબ જેવી વીવીધ ફેકટરીઓ દ્વારા ખુલ્લે આમ ચીમનીઓમાથી ઝેરી ગેસનો ધુમાડો છોડવામા આવી રહયો છે.જેના કારણે ત્યાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનીક લોકોની આંખ અને નાકમા બળતરા થવાની ફરીયાદો ઉઠવા પામી છે. કેટલીક કેમીકલની ફેકટરીઓ કેમીકલ યુક્ત પાણી જમીનમા ઉતારે છે.
જેના કારણે આસપાસના ગામોના ખેડૂતોની ખેતી લાયક પાણીના બોરમા કેમીકલ યુક્ત પાણી ભળી જતા બોર ફેલ થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.આ ગંભીર સમસ્યાને કારણે ઈન્દ્રાડ,અણખોલ,ધાનોટ, કરણનગર,સહીતના ગ્રામજનોના સ્વાસ્થ સાથે ચેડા થઈ રહયા હોવા છતા પ્રદૂસણ નિયંત્રણ બોર્ડના વિભાગીય નિયામક અધિકારી પ્રિયદર્શિ ઝેર ઓકતી કંપનીઓ સામે આંખ આડા કાન કરી તેમની મીલી ભગતનો ભોગ બીચારા ગામ લોકો અને વાહન ચાલકો બની રહયા છે.
ઈન્દ્રાડ ગામના સ્થાનીક રહેવાસી દ્વારા ઝેરી પ્રદૂષણની ગંભીર સમસ્યા મામલે મહેસાણા અને ગાંધિનગર પ્રદૂસણ નિયંત્રણ બોર્ડમા રજૂઆતો કરી છે.આવનારા સમયમા પ્રદૂસણ નિયંત્રણ બોર્ડ સ્થાનીક ગામોના સરપંચો અને જાગૃત નાગરિકોને સાથે રાખીને ફેકટરીઓ વીરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.