કડીના ઈન્દ્રાડ, અણખોલ સહિતના ગામોની સીમમાં આવેલ ફેકટરીઓ દ્રારા પ્રદૂષણ ફેલાવાની રાવ

- કડીના છત્રાલ રોડ સ્થિત અણખોલ નજીક કેમિકલ,સ્ટીલ,પ્લાયવુડ જેવી
વિવિધ ફેકટરીઓની ચિમનીઓ દ્વારા હવામા ઝેરી ગેસના ધુમાડા છોડી વાતાવરણને પ્રદૂષીત કરાઈ રહ્યુ છે. બીજી તરફ કેટલીક કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતારતા આસપાસના ગ્રામજનોના બોરના કેમીકલ યુક્ત પાણીના કારણે ફેઈલ થઈ ગયા હોવાની બૂમાબૂમ ઉઠવા પામી હતી.જેના પગલે ઈન્દ્રાડ ગામના નાગરીક દ્વારા ગંભીર પશ્નના મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.કડીના છત્રાલ રોડ પર આવેલ વિવિધ ગામો જેવા કે અણખોલ,કરણનગર,ઈન્દ્રાડ જેવા ગામો ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની રહયુ છે.
ઈન્દ્રાડ,અણખોલ,ધાનોટ જેવા ગામોની સીમમાં આવેલ કૈયલ સીન્થેટીક,અક્ષરકેમ,બ્રીટીશ ઈન્ડીયા,અનમોલ કલોરા કેમ,સલાસર લેમીનેટ્સ,સુમન પ્લાયવુડ,ખુશ્શ્બુ પ્લાયવુડ, વીવીધ ફેકટરીઓ દ્વારા ખુલ્લે આમ ચીમનીઓથી ઝેરી ગેસનો ધુમાડો છોડવામા આવી રહયો છે.જેના કારણે ત્યાથી પસાર થતા અનેક સ્થાનીક લોકોની આંખ અને નાકમા બળતરા થવાની ફરીયાદો ઉઠવા પામી છે. સાથે કેટલીક કેમીકલ ની ફેકટરીઓ દ્રારા કેમીકલ યુક્ત પાણી જમીનમા ઉતારતા આસપાસ ના ગામ જનોના ખેતી લાયક પાણી ના બોરમા કેમીકલ યુક્ત પાણી ભળી જતા બોર ફેલ થવાના બનાવો પણ નોધાયા છે.
આ ગંભીર પશ્નોના મામલે ઈન્દ્રાડ,અણખોલ,ધાનોટ,કરણનગર,સહીતના ગ્રામજનોના સ્વાસ્થ સાથે ચેડા થઈ રહયા હોવા છતા પ્રદૂસણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાની બુમા બુમ ઉઠવા પામી છે. જેના પગલે ઈન્દ્રાડ ગામના સ્થાનીક રહેવાસી દ્વારા ઝેરી પ્રદૂસણના ગંભીર પશ્ન ના મામલે મહેસાણા અને ગાંધિનગર પ્રદૂસણ નિયંત્રણ બોર્ડ મા રજૂઆતો કરવામા આવી છે. આવનારા સમયમા પ્રદૂસણ નિયંત્રણ બોર્ડ દ્રારા આ ફેકટરીઓ વીરુધ્ધ કાયદેસરના પગલા ભરવામા આવે તેવી લોક માંગણી ઉટવા પામી છે.