બગોદરા 108 દ્વારા પ્રાઇવેટ બસ (પટેલ ટ્રાવેલ્સ)માં સફળ ડિલિવરી

રાતના 9 વાગ્યાના અરસામાં પટેલ ટ્રાવેલ્સ અમદાવાદ થી રાજકોટ તરફ જતી હતી રસ્તામાં હિરલબેન બિપીનભાઈ બબરીયા ઉંમર 22 વર્ષ રહે ગરબાડા દાહોદને ડિલિવરીનો દુખાવો થતાં બસ ડ્રાઈવરે બગોદરા પોલીસ સ્ટેશન પાસે બસ થોભાવી 108માં કોલ કરી મદદ માગી હતી. 108 ના પાઇલોટ લાલજીભાઈ અને ઈએમટી કલ્પેશ જાની ધટના સ્થળે પહોસ્યા તો બસ માં ડિલિવરી કરાવવી પડી માતા અને બાળકને વધુ સારવાર માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ. ગયા હતા બગોદરા 108 દ્વારા એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર