વડનગર વિસનગર હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોત

વડનગર વિસનગર હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોત
Spread the love
  • વડનગર નજીક અકસ્માતની ઘટના
  • મલેકપુર ગામના પાટિયા નજીક સર્જાયો અકસ્માત
  • ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત
  • ટ્રકની ટકકરે એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવકોના મોત
  • ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 3 લોકોના મોત
  • વડનગર પોલિસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 જિંદગીઓના જીવનદીપ બુજાઈ ચુક્યા છે, મહેસાણાના વડનગર-વિસનગર હાઈવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસના જાણ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવાના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે એકઠી થયેલી ભીડમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

વડનગર-વિસનગર હાઇવે પર આજે બપોરના સમયે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. એક્ટિવા લઇ પસાર થતાં ત્રણ યુવકો અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં વાહનચાલકો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા છે. આ તરફ સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલવા કવાયત હાથ ધરી છે.

IMG-20201204-WA0048.jpg

Admin

Apurva Raval

9909969099
Right Click Disabled!