માંગરોળમાં ભારત બંધના એલાનને મળેલો મિશ્રપ્રતિસાદ : પોલીસે 6ને ડિટેઈન કર્યા

- કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ૬ એઝ્યુકવટીવ મેજિસ્ટ્રેટની કરાયેલી નિમણુંક
દેશભરના વિવિધ ખેડૂત સંગઠનોએ ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ ૮ મી ડિસેમ્બરનાં રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું. જેને વિપક્ષ ઓએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું.આજે સવારથી જ માંગરોળ તાલુકાનું મોસાલી બજાર,મોસાલી ચારરસ્તા, વાંકલ અને ઝંખવાવ વિસ્તા રોના એસી ટકા બજારો બંધમાં જોડાયા હતા. જ્યારે તાલુકા મથક માંગરોળનું બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.જ્યારે સરકારી કચેરીઓ, બેંકો, ઓટો રીક્ષા, S. T. બસ સેવા ચાલુ રહી હતી.પરંતુ લોકોની હાજરી પાંખી નજરે પડતી હતી.
કોગ્રેસ અને ખેડૂત સમાજનાં આગેવાનો મોસાલી બજાર અને મોસાલી ચારરસ્તા ખાતે કેટલીક ખુલ્લી દુકાનો બંધ કરાવવા માટે નીકળીયા હતા. ત્યારે માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયીએ કેતનકુમાર ભટ્ટ, ઈંદ્રિસભાઈ મલેક, અકબર જમાદાર,સંતોષ મેસુરીયા વગેરેની અટક કરી ડીટેન કરી માંગરોળ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.માંગરોળ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે માંગરોળ પોલીસે ૨૫૦ પોલીસ જવાનોનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવશ્યક ચીજ વસ્તુના જથ્થાને કોઈ અસર ન પોહચે એ માટે માંગરોળનાં મામલતદાર શ્રી વસાવા એ વધારાના ૬ એઝ્યુકવટીવ મેજીસ્ટ્રેટ ની નિમણુંક કરી છે.
જેમાં દિનેશભાઇ ચૌધરી(માંગરોળ પોલીસ મથક ખાતે), ગીરીશભાઈ પરમાર ની મામલતદાર,માંગરોળ સાથે ડ્યુટી,અમીતભાઈ ગામીત (કોસંબા,પોલીસ મથક), અનિમેષભાઈ ચૌધરી(ઝંખવાવ,આઉટ પોલીસ ચોકી), ગૌરાંગ વાસાણી (પલોદ આઉટ પોલીસ ચોકી), પ્રફુલ ભાઈ ચૌધરી (વાંકલ,આઉટ પોલીસ ચોકી) ખાતે નિમણુંક કરવામાં આવી છે.આમ માંગરોળ તાલૂકામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે મોસાલી થી વાંકલ જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ નજીક એક ટ્રક કપચી ભરીને જઈ રહી હતી. ત્યારે કોઈએ આ ટ્રકને ઉભી રખાવી ટ્રકમાં ભરેલી કપચી માર્ગ ઉપર ખાલી કરાવી માર્ગ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નઝીર પાંડોર (માંગરોળ-સુરત)