ડભોઇના નારિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત

વડોદરાનો યુવાન ડભોઇ તાલુકા ના નારીયા ગામે પોતાના મિત્રને ત્યાં લગ્ન માં જતા રસ્તા માં ટ્રક સાથે અકસ્માત થતા ઘટના સ્થળે કમકમાંટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા ના માંજલપુર વિસ્તાર માં રહેતા રાકેશ મથુરપ્રસાદ વર્મા ઉ.વ 25 પોતાની બાઇક GJ06 LM 0943 લઇ ડભોઇ તાલુકા ના નારીયા ગામ માં પોતાના મિત્ર ને ત્યાં લગ્ન પ્રસંગ માં હાજરી આપવા આવી રહ્યા હતા. તે અરસા માં આસરે સવારના 10.30 વાગ્યાની આસપાસ અંગૂઠણ ગામ ની સીમ પાસે આઈ.ઓ.સી કંપનીના પ્લાન્ટ નજીકના વળાંક પાસે સામેથી આવી રહેલ GJ06 XX 7409 નંબરની ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થતા રાકેશ મથુર ભાઈ વર્માનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત ના પગલે ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળે જ મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યાં હાજર લોકોના કહેવા મુજબ ટ્રક ડ્રાઇવર ગફલત ભરી રીતે બેદરકારી પૂર્વક ટ્રક હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ ત્યાં હાજર માં થી કોઈક વ્યક્તિ એ મરનાર બાઇક ચાલકના ફોન માંથી તેઓના ભાઈ ને આ અંગે ની જાણ કરતા મરનાર રાકેશ વર્માના ભાઈઓ વડોદરાથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત અંગેની જાણ પોલીસ ને કરી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર રાકેશ ભાઈની લાશને ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરાવવા માટે મોકલી આપી હતી.