રાજુલા તાલુકાના ડોળીયા ગ્રામ પંચાયત સામે ગામ લોકો દ્વારા ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ

રાજુલા તાલુકાના ડોળીયા ગામના લોકો દ્વારા સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા ડોળીયા ગ્રામ પંચાયત દ્વારા ખોટા બિલો બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે ગામ લોકો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ડોળીયા ગામનાં સ્મશાનમા 50 ફેરા રેતીના ખોટા વાવસર બિલો મુક્યા હતા ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલી હતી ત્યારે સ્મશાન મા એકપણ રેતીનો ફેરો નાખવામાં નથી આવ્યો.
સરપંચ દ્વારા 50 ફેરા રેતીના ખોટા બિલો બનાવામા આવ્યા ત્યારે ગામ લોકો પોલ ખોલવામાં આવી હતી. ડોળીયા ગામમાં બ્લોક ફેવર અને સી.સી. રોડમા પણ લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ગામમાં દરેક જગ્યાએ બ્લોક અને સી.સી. રોડ જેવુ નામ નિશાન નથી ત્યારે ગામના લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી તો ગામ લોકોનુ કહેવું છે કે તંત્ર પણ સરપંચ સાથે સડાવાલ હશે
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)