માંગરોળ : કચેરીઓના કેમ્પર્સ સુધીનાં માર્ગનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતાં આનંદની લહેર

માંગરોળ : કચેરીઓના કેમ્પર્સ સુધીનાં માર્ગનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતાં આનંદની લહેર
Spread the love

માંગરોળ તાલુકાનાં મોસાલી બજારથી માંગરોળ તાલુકાની, તાલુકા કક્ષાની જે કચેરીઓનું કેમ્પર્સ આવેલું છે. ત્યાં સુધીનાં માર્ગનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતાં અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે. આ કેમ્પર્સમાં ૧૧ કરતાં વધુ સરકારી કચેરીઓ આવેલી છે.જેમાં કોમ્યુનેટી હોલ, સરકારી સ્કૂલ, રેફરેલ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી,ટેલિફોન કચેરી, મામલતદાર કચેરી, સીટીસર્વેની કચેરી, પોલીસ મથક, સીવીલ કોર્ટ, ICDSની કચેરી, રેફરલ હોસ્પિટલ માં ફરજ બજાવતાં સ્ટાફ માટેનાં રહેઠાણો વગેરે સરકારી ઇમારતો આવેલી છે.

મોસાલી બજારથી ઉપરોક્ત તમામ કચેરીઓ તરફ જતો આ માર્ગ ઘણાં લાંબા સમયથી જર્જરીત હતો. જેને પગલે આ માર્ગ ઉપરથી પસાર થતાં ઉપરોક્ત કચેરીઓમાં ફરજ બજા વતાં અધિકારીઓ,કર્મચારીઓ અને આ કચેરીઓમાં પોતાનાં કામો માટે આવતી તાલુકાની પ્રજા ને ભારે મુશ્કેલી પડતી હતી. આખરે મોસાલી તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટાયેલા સદસ્ય મુકેશભાઈ ચૌહાણે પોતાને પોતાનાં મત વિસ્તારોમાં વિકાસ કામો કરવા માટે જે ગ્રાન્ટ મળે છે. એમાંથી આ માર્ગનાં નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવતા આ માર્ગનું નવીનીકરણનું કામ શરૂ કરાતાં, અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20201216_141918.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!