લાઠી તાલુકાના શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય ઠુંમર

લાઠી તાલુકાના શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય ઠુંમર
Spread the love

લાઠી થી શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસમાર હાલતમાં હતો જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડતી હતી અહીંથી લાઠી સુધી નિયમિત લોકો અપડાઉન કરતા હોય છે જેઓને માર્ગ નબળો હોવાથી અકસ્માતની ભીતિ પણ સતાવી રહી હતી લાઠી તાલુકાના શેખપીપળીયા થી દરોજ રત્નકલાકારો તેમજ સ્થાનિક લોકો લાઠી મુકામે હટાણું કરવા મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે ત્યારે નબળા માર્ગ ને લઈ ભારે મુશ્કેલીઓ પડતી હતી

ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સ્થાનિક લોકોની રજુઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરતા રાજ્ય સરકાર દ્વારા અહીં લાઠી થી શેખપીપળીયાનો આઠ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૧.૮૨ કરોડના (પોણા બે કરોડ) ખર્ચે નવો ડામર પેવર માર્ગ બનાવવાની મંજૂરી આપવામાં આવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અમરેલી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં જરૂરી તમામ પક્રિયાઓ ત્વરિત પૂર્ણ કરાવી માર્ગનું ખાત મુરત કરી કામ શરૂ કરાવ્યું હતું. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકરને પણ માર્ગનું કામ ગુણવત્તા યુક્ત કરવા અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા, અંબા ભાઈ કાકડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શેખ પીપરીયા અગ્રણી રણછોડભાઈ સાબલપરા મનસુખ ભાઈ ભાદાણી ભીખાભાઈ ભુવા માજી સરપંચ કેરીયા બાબુભાઈ ભાદાણી ભીખાભાઈ જોગાણી રામજીભાઈ ભાદાણી મગનભાઈ મકવાણા નનુભાઈ લાડોલા કુલદીપ કાલાવડીયા ધીરુભાઈ કોટડીયા ભીખુભાઈ યુસર સહિતના આ વિસ્તારના આગેવાનો હાજર રહી આનંદ વ્યક્ત કરી ધારાસભ્યની કામગીરીને બિરદાવી હતી.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20201216-WA0020-2.jpg IMG-20201216-WA0021-1.jpg IMG-20201216-WA0022-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!