માણાવદર નગરપાલિકાએ વધારેલા કરવેરા સામે રેશમા પટેલનો ધ્રૂજારો : 21મીએ ધરણાંનો કાર્યક્રમ

- પાલિકા કચેરીમાં રેશમા પટેલ ધરણા ઉપર બેસી ગયા અને સુત્રોચ્ચાર કર્યો
માણાવદર ભાજપ શાસિત નગરપાલિકાએ કોરોના જેવી મહામારીની વચ્ચે પણ કરવેરાનો કમરતોડ બોજ જનતા પર નાખતા શહેરમાં રોષની લાગણી ભડકી રહી છે. ભાજપ શાસિત આ પાલિકાએ કરવેરા વધારતો ઠરાવ બોર્ડમાં કરતા લોકોમાં રોષ પ્રગટયો છે. કોરોનામાં રોજગાર – ધંધા ગુમાવી બેઠેલા લોકોની વ્હારે આવવાને બદલે ભાજપ શાસિત પાલિકા એ ભારેખમ બોજ લાદી રહ્યા છે. આ અંગે આજરોજ રાષ્ટ્રીયવાદી પાર્ટી એન.સી.પી.ના મહિલા પાંખના વડા રેશમા પટેલે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે આવા કપરા સમયમાં પાલિકાએ લોકો પર કરવેરાનો ભારેખમ બોજ નાખ્યો છે.
20 તારીખ સુધીમાં જો પાછો નહીં ખેંચાય તો 21 ડિસેમ્બરે એન.સી.પી. સોશ્યલ ડિસ્ટેન્સીંગ જાળવી કોરોનાના નિતી નિયમો જાળવીને નગરપાલિકા સામે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરશે અને ધરણા યોજશે માટે પહેલા જે હતા તે જ કરવેરા રાખવામાં આવે અને પ્રજાહિતમાં ઝડપથી નિર્ણય કરવામાં આવે અન્યથા લડત સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. આવેદનપત્રની નકલો મુખ્યમંત્રીશ્રી, એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બોસ્કી, કલેકટર ને મોકલવા માં આવેલ છે આજે આવેદનપત્ર આપતી વેળાએ એનસીપીના રેશમા પટેલ, કિષ્નાબા રાજપુત, રણમલભાઇ સીસોદીયા, સંદીપ ડોબરીયા, ભૌમિક પારેખ સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતુ
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)