સાવરકુંડલાની પોસ્ટ ઓફીસ ખાતે કોરોના વાયરસની ગાઈડ લાઈન ભંગ : અધિકારીઓ

- અધિકારીઓ ચેમ્બરમાં અને પબ્લિકના ટોળે ટોળે બહાર એકઠા કરાઈ રહ્યા છે
- સાવરકુંડલાની પોસ્ટ ઓફીસ ખાતે કોરોનાં વાયરસની ગાઈડ લાઈન ભંગ
- સોશ્યલ ડિસ્ટન્ટ ન રાખવાથી અરજદારોમાં કોરોનાનો ભય
સાવરકુંડલા પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફીસની બહાર અરજદારો ને એકઠા કરીને એક પછી એક બોલાવાનો ખોટો નિયમ ઉભો કરી મોટી સંખ્યામાં અરજદારો એકઠા કરવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા પોસ્ટ ઓફીસ ખાતે સેનીટાઈઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી નથી તથા સોશ્યલ ડિસ્ટન્ટ રાખવાનાના નિયમનો પણ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીં આવતા અરજદારોમાં કોરોનાં વાયરસ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
રીપોર્ટ : અમીતગીરી ગોસ્વામી (સાવરકુંડલા)