માંડવી ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિ યમ’નું ડિજીટલ લોકાર્પણ યોજાશે

માંડવી ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિ યમ’નું ડિજીટલ લોકાર્પણ યોજાશે
Spread the love

સુરત જિલ્લાના માંડવી ખાતે તારીખ ૧૭ મી ડિસેમ્બરના રોજ સવારે ૧૦.૧૫ વાગ્યે નંદન સિનેમા સામે, માંડવી ખાતે માંડવી નગરપાલિકાના નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિ ટોરિયમ’નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુ અલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપ રાંત, ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનો ઈ-શુભારંભ કરાશે. વન, આદિજાતિ, મહિલા અને બાળ-વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ‘કોઈ ભૂખ્યો ન સુએ’ એવા શુભ વિચારને ચરિતાર્થ કરવા માંડવી નગરપાલિકા દ્વારા નજીવા શુલ્કથી ભોજન પૂરૂ પાડતી “અટલ થાળી”નો મંત્રી ગણપતસિંહ વસાવા અને ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં શુભારંભ થશે. નાના કુંભારવાડ, ધી માંડવી નાગરિક સહકારી બેંકની પાછળ, માંડવી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, નગરપા લિકાના પ્રમુખ આશિષભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1608124141379.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!