ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અને નિર્ણયો લેવાઈ રહ્યાં છે : ભરત પંડયા

ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અને નિર્ણયો લેવાઈ રહ્યાં છે : ભરત પંડયા
Spread the love

મોટી ઇસરોલ : ગુજરાત ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ ગુજરાતમાં યોજાનાર કિસાન સંમેલનોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશનાં ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે MSP ની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે. કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને 10 પત્રકાર પરિષદ પણ યોજાશે.

આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ,સંસદસભ્ય, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે. આજે પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ જી એ સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો,યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી. શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.17 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ જી. ના મોરવા હડફ, કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી રાજકોટ જી.ના પડધરી, રાજય કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુજી અમરેલી જી.ના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં શ્રી ગોરધનભાઈ ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે.

તા.18 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નવસારી જી.ના ચિખલી અને તા.19 ડિસેમ્બરના રોજ આણંદ જીલ્લાના કરમસદ ખાતે, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા કચ્છ જી.ના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી જૂનાગઢ જીલ્લાના કેશોદ અને કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી મહેસાણાના વિજાપુર ખાતેના કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે. આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે. તેમશ્રી પંડયા એ અંતમાં જણાવ્યું હતું.

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

Screenshot_20201216-184648.jpg

Admin

Prabhudas Patel

9909969099
Right Click Disabled!