ભાવનગર શિશુવિહારની નિરંતર અન્નસેવા 324 ગરીબ પરિવારોને અઢી લાખથી વધુ અનાજ સહાય

- ભાવનગર શિશુવિહાર દ્વારા અનાજ સહાય
કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગારીની સ્થગિતતા વચ્ચે શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા તારીખ ૧૭ એ ૨૭ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા ૧૨ માસથી કાળજી લેનાર શ્રી દેસાઈ પરિવાર દ્વારા ૩૨૪ ગરીબ કુટુંબોને રૂપિયા ૨૬૨૪૪૦ની અનાજ સહાય શિશુવિહારના માધ્યમ થકી પહોંચાડવામાં આવી છે. જે નોંધનીય બને છે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા