રાજકોટ : નાગરિકોને જનમ-મરણના દાખલા લેવા માટેની મ્યુનિ. કમિ.ની જાહેરાત માત્ર અફવા : વશરામ સાગઠીયા
રાજકોટ શહેર મહાનગરપાલિકા કમિશનર જાહેરાત સંદર્ભે અમોએ રાજકોટ શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્રો ખાતે ચેકિંગ કરાવતા માલુમ પડ્યું કે રાજકોટ શહેરના વોર્ડનં.૧૪માં લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર, વોર્ડનં.૧૫માં આવેલ આંબેડકરનગર વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર, તેમજ વોર્ડનં.૧૩માં આવેલ આંબેડકરનગરનું આરોગ્ય કેન્દ્ર સહિતના તમામ આરોગ્ય કેન્દ્રોએ તાળા લાગ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસપક્ષના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા વોર્ડનં.૧૪માં આવેલ આરોગ્યકેન્દ્ર ખાતે ચેકિંગ કરતા આ આરોગ્યકેન્દ્રને તાળું હતું તેમજ આ સ્થળે થી નાયબ આરોગ્ય અધિકારી શ્રી.પી.પી.રાઠોડને રાત્રે ૯:૨૯ કલાકે સંપર્ક કર્યો ત્યારે ફોન નો રીસીવ થયો હતો. ત્યારબાદ આરોગ્ય અધિકારી શ્રી.વાંઝા સાહેબને ૯:૩૦ કલાકે સંપર્ક કર્યો ત્યારે તેઓએ એવું જણાવ્યું કે પૂર્વ કોર્પોરેટરના દાખલા ફાયર બ્રિગેડ ચલાવશે તેવું અમોને પી.પી.રાઠોડ સાહેબે જણાવ્યું છે.
રાજકોટ પૂર્વ કોર્પોરેટરશ્રીના મરણનોંધ માટેના દાખલા ચલાવી લેવા કમિશનર સાહેબે મૌખિક સુચના આપેલ છે. આ તમામ સવાલ જવાબો ઉપરથી એવું લાગે છે. કે આપશ્રી દ્વારા અમારા તા.૧૪/૧૨/૨૦૨૦ના પત્ર અન્વયે કોઈ જ ગંભીરતા દાખવી નથી અને પ્રજાની કોઈ જ ચિંતા કરતા નથી કે પ્રજાના હિતમાં આપને કોઈ જ દરકાર નથી એ સ્પષ્ટ થાય છે. જેથી આપને અમારી માંગણીઓ પરત્વે પ્રજાના હિતમાં હુકમ, પરિપત્ર કે જાહેરનામું બહાર પાડો અને પ્રજાને હાલાકી ભોગવવી ન પડે તેવી વ્યવસ્થા કરશો. મકબુલભાઇ દાઉદાણી પૂર્વ કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા, વશરામભાઈ સાગઠીયા પૂર્વ વિરોધપક્ષના નેતા રાજકોટ મહાનગરપાલિકા આ રજૂઆતમાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, નરેશભાઈ પરમાર, વશરામભાઈ ચાંડપા, સંકેત રાઠોડ, અરવિંદભાઈ મૂછડીયા, મુકેશ પરમાર સહિતના જોડાયા હતા.*
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)