વિસાવદરના ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર તાત્કાલિક આપવા તાલાલા મામલતદારને આવેદન

- વિસાવદર નાયબ કલેકટર ખાતેદાર પ્રમાણપત્ર સમય મર્યાદામાં ના આપી સરકારની ઓનલાઈન ડીઝીટલ ફેસલેસ કામગીરી અને નીતિ નિયમો મુકયા નેવે… ટીમ ગબ્બર મેદાને
વિસાવદર – સરકાર દ્વારા ખેડૂતો પાસે 2000/- રૂપિયા લઈ ડીઝીટલ ફેસલેસ કામગીરી એટલે કે અધિકારીનો ચહેરો જોયા વગર ઘર બેઠા કામગીરી પૂર્ણ થાય તે માટે સરકારે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર iora સાઇડ ઉપર ઓનલાઈન આપવાનું નક્કી કર્યું પણ હર હંમેશ ચર્ચામાં રહેતો તાલુકો અને અધિકારીઓનું સજાનું કહેવાતું ગામ વિસાવદર, એમાની વિસાવદરની પ્રાંત ઓફિસમાં ખેડૂતો માટે ખૂબ જ મોટી ગણાતી રકમ 2000/- બે હજાર ભરી ખાતેદાર ખેડૂત ખરાઈ માટેના પ્રમાણપત્રની અરજી પ્રાંત ઓફિસમાં ના.કલેકટર સાહેબને કરવામાં આવે છે પરંતુ આ કચેરીમાં સરકારશ્રી દ્વારા જણાવેલ સમય મર્યાદામાં પ્રમાણપત્ર આપવાની જોગવાઇને ધ્યાને લેવામાં આવતી નથી અને સમય મર્યાદા બાદ પ્રમાણપત્ર મનસૂફી મુજબ આપવામાં આવે છે.
કા તો ખોટી રીતે અરજી નામંજૂર કરવામાં આવે છે જેથી સરકારશ્રી ના નિયમ મુજબ આ રકમ રિફંડ મળવાપાત્ર નથી. આમ ખેડૂતોનો સમય અને પૈસાનો વ્યય થાય છે અને નાણાંમાં ના પુરી શકાય તેટલું નુકશાન થાય છે. જેથી આ પ્રમાણપત્ર સમય મર્યાદામાં ન આપવામાં આવે તો અધિકારીના પગારમાંથી કાપી લેવામાં આવે અથવા પ્રમાણપત્ર વિના મૂલ્યે આપવામાં આવે તેવી ટીમ ગબ્બર દ્વારા રજુવાત કરાઈ છે અને વધુમાં વિસાવદર પ્રાંત કચેરીમાં પેન્ડિંગ દાખલાની તપાસ કરવા અને ખોટી રીતે નામંજુર કરેલ દાખલાના પૈસા ખેડૂતોને પરત આપવામાં આવે અને આવા કર્મચારી સામે કાર્યવાહી થાય તેવી પણ ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને સરકારમાં રજુવાત કરાઈ છે. હવે જોવું રહ્યું કે કાર્યવાહી થશે કે કાગળ પર ખો ખો ની રમત તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
રીપોર્ટ : હરેશ મહેતા (વિસાવદર)