અંબાજીમા પિતા પુત્રના માથા ફાટ્યા , પીડિત પરીવાર અંબાજી પોલિસ થી નારાજ?

અંબાજીમા પિતા પુત્રના માથા ફાટ્યા , પીડિત પરીવાર અંબાજી પોલિસ થી નારાજ?
Spread the love

શક્તિપીઠ અંબાજી નું ડીકે સર્કલ બારેમાસ ટ્રાફિક થી ધમધમતું સર્કલ છે આ સર્કલ પર ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરેન્ટ આવેલી છે, પરંતુ અહીં થોડા દિવસ પહેલા બનેલા બનાવે અંબાજી મા ભારે ચકચાર મચાવી છે વાત કરવામાં આવે તો 12 ડિસેમ્બર ના રોજ સાંજ ના સુમારે ખાનાખજાના રેસ્ટોરન્ટ પર ઉમેશભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન પોતાના પુત્ર સાથે હાજર હતા ત્યારે પાસે આવેલી રોયલ રેસ્ટોરન્ટ ના માલિક રાજુભાઈ માળી તેમની પત્ની ડિમ્પલબેન અને તેમના સસરા હાજર હતા ત્યારે ખાના ખજાના રેસ્ટોરન્ટ આગળ રાજુ માળી બાંકડા મૂકી રસ્તો રોકતા ઉમેશભાઈ એ બાંકડો લઇ લઈને રસ્તો ખુલ્લો કરવાની વાત કરતા રાજુ માળી અને તેમના સસરા ગંદી ગાળો બોલવા લાગતા ઉમેશભાઈ નો પુત્ર હેત ગાળો ન બોલવા નું કહેતા રાજુ માળી અને તેમના સાગરીતો સ્ટીલ ની પાઇપ વડે હેત ગોસ્વામી ના માથા પર હિચકારો હુમલો કર્યો હતો જેમા વચ્ચે બચાવવા માટે ઉમેશ ગોસ્વામી વચ્ચે પડતા તેને પણ ગંભીર ઇજા થઇ હતી.

અંબાજી ના મધ્યમા આટલી મોટી ગંભીર ઘટના બનતા લોકોમા ભારે અફરાતફરી ફેલાઇ ગઈ હતી ,બીએસસીસી કોમ્પ્લેક્ષ મા બનેલી 12 ડિસેમ્બર ની ઘટનાથી અંબાજી મા ફરી બહારના લોકો ની ગુંડાગીરી વધવા પામી છે,રાજુ માળી ની ગુંડાગીરી થી અંબાજી ના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ,અંબાજી ના લોકો ની માંગ છે કે રાજુ માળી અને તેના સસરા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ,વર્ષો થી અંબાજી ખાતે રહેલા ઉમેશ ગોસ્વામી અને તેમનો પરીવાર સાદગી પૂર્ણ જીવન જીવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ડીસા ના રાજુ માળી ની ગુંડાગીરી અંબાજી ખાતે પાછલા ઘણા સમય થી વધવા પામી છે ,અંબાજી ખાતે બહારના અને પર પ્રાંતીય લોકો શાંતી થી વસવાટ કરે તો કોઈ વાંધો નથી પણ અંબાજી ખાતે આવી ગુંડાગીરી કરે તે ચલાવી શકાય નહીં ,બીએસસીસી કોમ્પલેક્ષ પોલીસ મથક થી આટલું નજીક હોવા છતા રાજુ માળી ની પત્ની ત્યા હાજર હોવા છતા કેમ અંબાજી પોલીસ ને પકડાતી નથી?

@@શિલ્પાબેન ગોસ્વામી અને પરિવારનો પોલીસ પર આરોપ@

12 ડિસેમ્બર ના રોજ સાંજે જે ભારે મારામારી અને હિંસક હુમલો રાજુ માળી દ્રારા કરવામા કરવામા આયો ત્યારે રાજુ માળી ની પત્ની ત્યા હાજર હતી તો પોલીસ કેમ તેમને આટલા દિવસ સુધી પકડતી નથી? મારા પતિ અને મારા પુત્ર પર આટલો મોટો હુમલો કરવામાં આવ્યો ત્યારે મારાં પતિ પોલીસ સ્ટેશન ગયા ત્યારે પણ પોલીસ યે ફરિયાદ લીધી નહિ અને માત્ર અરજી આપવાનું કહ્યું હતું, ત્યારબાદ અમે મારા પતિ અને પુત્ર ને લઇને પાલનપુર રાજસ્થાન આઇસીયુ ખાતે હાલમા સારવાર કરાવી રહ્યા છીએ, અંબાજી પોલીસ ત્યારબાદ પાલનપુરમાં આવી અમારી ફરિયાદ લીધી હતી, હાલ માં મારા પુત્ર ની સ્થિતિ પણ સારી નથી અને એમને ન્યાય મળે અને ડિમ્પલ ને જલ્દી પકડી તેને પણ જેલમાં મોકલવામાં આવે અને શિક્ષણ વિભાગ આ શિક્ષિકા ને સસ્પેન્ડ કરે તેવી મારી માંગ છે.

@@અંબાજી પોલીસ યે કઈ કલમ લગાવી@@

રાજુ માળી અને તેના સસરા પર પોલીસે
307,325,323,294[B],506(2) અને 114 મુજબ ગુન્હો દાખલ કરેલ છે અને ફરિયાદી
ઉમેશગીરી જયંત ગિરી ગોસ્વામી રહે અંબાજી એ ફરિયાદ આપેલ છે પણ હજુ સુધી પૂરા આરોપીઓ પકડાયેલ નથી

@@અંબાજી ખાતે ગાંધીનગર વિજિલન્સ દ્રારા રેડ કરાઇ તો, અંબાજી પોલીસ પર કાર્યવાહી કેમ નહીં?@@

અંબાજી પોલીસ સ્ટેશન ની હદ મા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ દ્રારા રેડ કરી દારુ નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 4 આરોપી પકડીને અંદાજે 3 લાખનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
પરંતુ આટલી મોટી ઘટના બાદ પણ અંબાજી પીઆઈ પર કેમ કાર્યવાહી કરવામાં આવી નથી? કેમ અંબાજી પોલીસ સ્ટેશન ના અન્ય કોઇ પર પગલાં ભરવામાં આવ્યાં નથી. અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ કોની જંગમ મિલકત પાટણ ના કોઇ શોપિંગ સેન્ટર અને મોલ મા રોકાણ કરવામાં આવેલ છે તેની તપાસ કરવામા આવે

@@અંબાજી છાપરી બોર્ડર પર ઉઘરાણા રાજ ચાલુ@@

દીવાળી 5 દિવસ ઉઘરાણા ચાલ્યા બાદ પણ હજી પણ છાપરી ગુજરાત બોર્ડર પર હોમગાર્ડ જવાનો દ્રારા વાહન ચાલકો પાસે થી એન્ટ્રી લેવામાં આવે છે જેની ગૃહમંત્રી સમક્ષ પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવશે, કેમ બદલી થયેલા પોલીસ કર્મીઓ બોર્ડર પર ફરજ બજાવતા જોવાં મળી રહ્યાં છે અન્ય પોલીસ કર્મી ની નોકરી કેમ લખવામાં આવતી નથી

IMG-20201213-WA0021-2.jpg IMG-20201219-WA0034-1.jpg IMG-20201219-WA0033-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!