ભેંસોના ઝુંડે સિંહણને ખૂંદીને મોતને ઘાટ ઉતારી દીધી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કમાં પાણીના જળાશય પાસે પોતાના ઝુંડથી છૂટી પડી ગયેલી સિંહણ ભેંસના ટોળા વચ્ચે ફસાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કમાં પાણીના જળાશય પાસે પોતાના ઝુંડથી છૂટી પડી ગયેલી સિંહણ ભેંસના ટોળા વચ્ચે ફસાઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા અકારી થયેલી ભેંસોએ સિંહણને અડફેટે લઈને પગ અને શિંગડા વડે ખૂંદી નાખીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ડેનિકા રૉક્સ અને તેના પરિવારે આ આખી ઘટનાને કફમેરામાં કેદ કરી લીધી છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભેંસોએ સિંહણને પગ વડે પાટુ મારી એના પર હુમલો કર્યો હતો.
કૅમેરામાં ધૂળની ઊડતી ડમરીઓ વચ્ચે અચાનક સિંહણને ઊછળતી જોઈ શકાય છે. સિંહણ ભેંસની પીઠ પર ચડવાની કોશિશ કરે કે તરત જ તેઓ એને શિંગડા વડે ઉછાળીને ભોંય પર પટકે છે. આમ ભેંસોના પાટુ ખાઈ-ખાઈને સિંહણ મૃત્યુ પામતાં ભેંસો એને જળાશયના કિનારે છોડી દે છે. સામાન્ય રીતે સિંહ ભેંસ, ઝેબ્રા અને એન્ટેલોપનો શિકાર કરતા હોય છે, પણ જ્યારે તે આ ભોળાં અને નિર્દોષ પ્રાણીઓ વચ્ચે ફસાઈ જાય છે ત્યારે તેઓએ પણ જીવ ગુમાવવો પડે છે.