સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર : અનેક રોગની નિષ્ણાત સારવાર અને સફળ ઓપરેશન

- પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ ના માર્ગદર્શન નીચે ચાલતી આ હોસ્પિટલ મા રોઝ લાખો રૂપિયાની દવાઓ અને સારવારો એકદમ મફત આપવામાં આવે છે
સાવરકુંડલા મા આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માં અનેક રોગ ની નિષ્ણાત સારવાર પૂજ્ય મોરારી બાપુ ના માર્ગદર્શન હેઠળ અને વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત પ્રમૂખ હરેશભાઈ મહેતા સાહેબ અને સમગ્ર ટ્રસ્ટી ગણ અને અને જેને ભગવાન કેઇ સકાઈ તેવા ડોક્ટરો ડો. મનીષ વલાનીયા સાહેબ અને ડો. ચંદ્રેશ વોરા સાહેબ કે જેમને ઘણાં બધાં લોકોની જિંદગી દાવ પર લાગી હોય ત્યારે પોતાની ચિંતા કર્યા વગર લોક પ્રાણ બચાવવા અથાગ પ્રયાસો અને સફળ ઓપરેશનની સફળ ગાથા જેમ કે દર્દીનો અભિપ્રાય લઈએ તો સાવરકુંડલા ના વતની (૪૨) વર્ષીય મહિલા મુમતાજ બેન ફારુક ભાઈ ચોહાણ જેમને કોથળીની ગાંઠનુ ઓપરેશન સફળ કરવામાં આવ્યું ત્યારે બાદ ઉના ગામના વતની વીણાબેન મહેતાનુ પણ સારણ ગાંઠનુ ઓપરેશન સફળ કરવામાં આવ્યું.
બાદમાં સાવરકુંડલાના રહેવાસી કિસનભાઈ સોલંકીનુ પણ એપેનડીસનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે બાદ બગસરા ના રહેવાસી વીણાબેન પરમારનું પણ કોથળીની ગાંઠનું સફળ ઓપરશન કરવામાં આવ્યું બાદમાં સાવરકુંડલાના રહેવાસી નિતીનભાઈ હેલેયા નુ જિંદગી અને મોતની વચ્ચેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ત્યાર બાદ સાવરકુંડલા તાલુકાના કાના તળાવના રહેવાસી મનસુખ ભાઈ કાનાણી ને બન્ને બાજુની સારણ ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું તેમજ લાલજી ભાઈ ચોરિયા નું પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને રોજે આવા ઘણા બધા સફળ ઓપરેશન શ્રી લ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મા એકદમ મફત કરવામાં આવેછે અને દર્દી ઓને અને તેમની સાથે રહેલા લોકોને રહેવા અને જમવા ની પણ વ્યવસ્થા આપવામાં આવે છે.
ગરીબ અને મધયમવર્ગીય લોકો નો એકમાત્ર સહારો જો હોય તો તે લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર છે શ્રી લ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર છે ની સહાય લોકો નો સહારો : અરમાન ધાનાણી : સાવરકુંડલા મા જન્મ લય હું પણ ગર્વ અનુભવું છુ : અરમાન ધાનાણી: શ્રી લ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ની સેવાઓ ની અને ત્યાંના સ્ટાફ ગણ નુ સન્માન કરતાં શબ્દો પણ ઓછા પડે પત્રકાર અરમાન ધાનાણી . સાવરકુંડલા ની અંદર જો સેવા ના યજ્ઞ મા રોઝ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોઈ તો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મા છે . આ સેવા ના યજ્ઞ મા ભાગ લેનાર દરેક દાતા ઓ પણ રોજ હજારો લોકો ની દુવા સાથે જીવે છે સાવરકુંડલાની અંદર ચાલતા મિલના સો રૂમ માંથી થતી આવક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મા વાપરવામાં આવે છે.
સાવરકુંડલાના લોકો માટે પોતાના નામની અનેક સંસ્થા વો હાઈસ્કૂલ હોસ્પિટલ અને કોલેજ જેવી અનેક સંસ્થા જેમાં કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જેના પર સમગ્ર સાવરકુંડલા શહેર ગૌરવ લઈ શકે તેવી અનોખી અને એકદમ રાહતદરે ચાલતી પૂજ્ય મોરારી બાપુ ના માર્ગદર્શન હેઠળ ચાલતી આ હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે કોરોના કાળમાં પણ સતત દર્દીઓને (૨૪) કલાક સેવા આપીતી હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને તેમના ટ્રસ્ટી ગણ ડોકટર સ્ટાફ અને સમગ્ર વિધાગુરું ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો આભાર વ્યક્ત કરતાં ઓછો પડેછે…
રિપોર્ટ : અરમાન ધાનાણી (સાવરકુંડલા)