કરુણા ફાઉન્ડેશન દ્વારા વિધવા બહેનોને ધાબળા આપ્યાં

થરાદ ખાતે આવેલા કરુણા ફાઉન્ડેશન હંમેશા ગરીબ અને મજૂર કે વિધવા ને સહાય માટે અગ્રેસર રહે છે જેમાં હાલ ઠંડી ની સીઝનમાં કોઈ ઠંડીથી નાં ઠુંઠવાઈ જાય તેવી ભાવનાથી વિધવા બહેનો માટે કરુણા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ કરુણા ફાઉન્ડેશન દ્વારા થરાદમાં કરણાસર ગામ ની પ્રાથમિક શાળામાં વિધવા બહેનો ને ગરમ ધાબળા અને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશન નાં પ્રમુખ ગીતાબેન નાઈ તેમજ થરાદ પ્રાંત અધિકારી વી. સી. બોડાણા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી વી. આર. ચૌધરી, ગામના સરપંચ તેમજ શાળા પરિવાર અને આગેવાનો, તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા.