અબોલ જીવો માટે સતત સેવાકાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અદ્વિતીય સેવા

અબોલ જીવો માટે સતત સેવાકાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અદ્વિતીય સેવા
Spread the love
  • ભરૂચ : મોક્ષદા એકાદશી એટલે ગીતા જયંતિના પાવન પર્વે અબોલ જીવો માટે સતત સેવાકાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અદ્વિતીય સેવા !

પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પામવા માટે પરમાર્થકાર્ય કરવું એ પ્રથમ પગથિયું છે, તે અનુસાર માગશર સુદ – એકાદશીને ગીતા જયંતિના પાવન પર્વના પુણ્ય પવિત્ર દિવસે અબોલ જીવો માટે સતત સેવારત સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન સામે એક નિરાધાર, નિઃસહાય, ભૂખ થી ટળવળતું વાછરડું જેની માઁ એ સાત દિવસ પહેલા જન્મ આપીને તુર્તજ વાછરડાં-નંદીને તરછોડી ક્યાંક ચાલી ગઈ છે તે આટલા દિવસો બાદ વાછરડાંને દૂધ પીવડાવવા પાછી ફરી નથી તે વાતની જાણકારી મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સાથે જીવદયાના સેવાકાર્યમાં જોડાયેલા જીવદયાપ્રેમી સ્વયંસેવીકા રક્ષા બહેને સંસ્થાપક જયેશ પરીખને કરતાં તુર્તજ લેડી રેસ્ક્યુર શીલાબહેન પટેલને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાં સ્થળ ઉપર વાછરડાંની સહી સલામતીના કારણોસર રેસ્ક્યુ કરી લાવીને સંસ્થા સંચાલિત કાલિન્દી કન્હાઈ ગૌશાળામાં આશરો આપવામાં આવ્યો.

ગૌશાળાના ગોવાળ દંપતી મહેશ ભાઈ અને રાજલ બહેન ભરવાડે સાર-સંભાળ, સેવા-ચાકરી અને ગૌશાળાની ગાય માતાનું દૂધ પીવડાવી પોષણ આપવાની જવાબદારી ઉપાડી લીધી. આ જ રીતે એક બીમાર ગલુડિયાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં વૈકુંઠ ફલેટ્સ માંથી જીવદયાપ્રેમી શ્રીમતી રમીલા બહેનનો રેસ્ક્યુ કોલ મળવાથી આગળ ઉપરની સારવાર-ચિકિત્સા કરાવવા માટે ગલુડિયાને સાથે ભરૂચ લઈ આવ્યા અને તે જ પ્રમાણે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ ઋષિકેશ નગર માંથી જીવદયાપ્રેમી દંપતી મિત્તલ બહેન સ્મિત ભાઈ પટેલનો રેસ્ક્યુ કોલ મળવા થી માઁ વગરના અનાથ, નિરાધાર અને નિઃસહાય ચાર ગલુડિયાઓને સાર-સંભાળ અને ભરણ-પોષણ કરવા માટે સંસ્થાના આશ્રય સ્થાન “કૃષ્ણાશ્રય” માં આશરો આપી મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠતમ રીતે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ મનાવવામાં આવી.

રિપોર્ટ : મનીષ કંસારા, ભરૂચ

IMG_20201226_145627.jpg

Admin

Manish Kansara

9909969099
Right Click Disabled!