ભીલોડા પોલીસે જેશીંગપુર ગામે રેઇડ કરી 90,400 રૂ. નો દારૂ પકડ્યો

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ તથા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા અે ૩૧ ડિસેમ્બર અન્વયે પેટ્રોલિંગ રાખવા સુચના આપતા ભીલોડા પોલીસ સ્ટાફના માણસો ૩૧ ડિસેમ્બર ની ઉજવણી નિમિત્તે પેટ્રોલિંગમા હતા દરમ્યાન ભીલોડા પો.સ.ઇ. કે.કે.રાજપુત ને ખાનગી બાતમી મળેલ કે જેશીંગપુર ગામનો નેરયુસ ઉફૅ લાલો નગીનભાઇ ડામોર તેના ઘરની પાછળ આવેલ ઝાડીઓમા ઇગ્લિશ દારૂનો જંથ્થો ઉતારેલ.
બાતમી આધારે ભીલોડા પોલીસ સ્ટાફના બીટ ઇન્ચાજૅ અે.અેસ.આઇ શંકરભાઈ પોકોન્સે કેતનકુમાર, પો કોન્સે નારણકુમાર પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તે ઇસમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગૌચર જગ્યામાં બાવળની ઝાડીઓ વંચ્ચે સંતાડેલ કુલ બોટલો તથા ક્વાટરીયા મળી કુલ નંગ- ૪૩૬ કિ.રૂ. ૯૦,૪૦૦ નો ભારતીય બનાવટનો દારૂ પકડી આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫અેઇ, ૧૧૬બી મુજબ ગુન્હો નોધી આગળની તપાસ ભીલોડા પી.અેસ.આઇ. કે.કે.રાજપુત અે હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા